મોદી રાજમાં 80% ઘટ્યું સ્વિસ બેન્કોમાં ભારતીયોનું કાળુ નાણું, ગૃહમાં સરકારનું નિવેદન

2014માં જ્યારે મોદી સરકાર બની ત્યારથી લઈને અત્યાર સુધી સ્વિસ નેશનલ બેન્કમાં જમા નાણામાં 80 ટકાનો ઘટાડો થયો છે. 
 

મોદી રાજમાં 80% ઘટ્યું સ્વિસ બેન્કોમાં ભારતીયોનું કાળુ નાણું, ગૃહમાં સરકારનું નિવેદન

નવી દિલ્હીઃ નાણા પ્રધાન પીયૂષ ગોયલે કાળા નાણાને લઈને નવો દાવો કર્યો છે. મંગળવારે રાજ્યસભામાં તેમણે કહ્યું કે, 2014માં જ્યારે મોદી સરકાર બની ત્યારથી લઈને અત્યાર સુધી સ્વિસ નેશનલ બેન્કમાં જમા નાણામાં 80 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે 2016 કરતા 2017માં 34.5 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ એક મહિના પહેલા સમાચાર એજન્સી આઈએએનએસે ગોયલના હવાલાથી કહ્યું હતું કે, તેમને જાણ થઈ કે વિદેશ મોકલેલી રકમમાં 40 ટકાની વૃદ્ધિ થઈ છે, તેવું રિઝર્વ બેન્કના ઉદારવાદિત રેમેંટન્સ યોજનાનું કારણ છે, જેને પૂર્વ (યૂપીએ) સરકાર લાવી હતી, તે પ્રમાણે દેશમાં રહેનાર કોઇ વ્યક્તિ  250,000 ડોલર પ્રતિ વર્ષ બહાર મોકલી શકે છે. 

મંગળવારે ગોયલે આ રિપોર્ટને ફગાવ્યો. તેમણે કહ્યું કે, આ આંકડા ઉપજાવી કાઢેલા છે. તેમાં બિન ડિપોઝિટ લાયબિલિટી, સ્વિસ બેન્કમાં ભારતનો વ્યાપાર અને અંતર બેન્ક ચુકવણી સામેલ છે. 

જેટલીએ કડક કાર્યવાહીની વાત કરી હતી
કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું હતું કે, સ્વિસ બેન્કોમાં ગેરકાયદે કાળુ નાણું જમા કરનાર ભારતીય નાગરિકોને કાળાનાણા કાયદા હેઠળ કઠોર દંડાત્મક પ્રક્રિયાનો સામનો કરવો પડી શકે છે. જેટલીએ કહ્યું હતું કે, સૂચનાઓની આપોઆપ આદાન-પ્રદાનના સંબંધમાં દ્વિપક્ષીય સમજુતી હેઠળ 2019થી સ્વિટ્ઝર્લેન્ડ ખાતાની જાણકારી આપવાનું શરૂ કરી દેશે. 

— ANI (@ANI) July 24, 2018

સ્વિસ બેન્કે આ વર્ષે જૂનમાં આંકડા જારી કર્યા હતા. તે અનુસાર 3 વર્ષમાં સ્વિસ બેન્કોમાં ભારતીયોના ધનમાં સતત વધારાની સાથે 2017માં ગત વર્ષની તુલનામાં 50 ટકાનો વધારો થયો છે  જો કે સ્વિસ નાણામાં 1.02 અરબ ફ્રેન્ક છે. 

સ્વિટ્ઝર્લેન્ડ સાથે થઈ હતી સમજુતી
આ પહેલા વચગાળાના નાણા પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારતીયો દ્વારા સ્વિસ બેન્કોમાં જમા ધનના આંકડા સ્વિટ્ઝર્લેન્ડની સાથે એક સ્વતઃ સૂચના આદાન-પ્રધાન કરાર હેઠળ સરકારને 2019માં ઉપલબ્ધ થશે. ગત વર્ષે નવેમ્બરમાં ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે સ્વતઃ સૂચના આદાન-પ્રદાન સમજુતી પર હસ્તાક્ષર થયા હતા. તે મુજબ બંન્ને દેશ વૈશ્વિક માપદંડોની સાથે તે અનુસાર આંડકા એકત્ર કરવાનું શરૂ કરશે અને તેનું આદાન-પ્રદાન 2019થી કરશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news