આર્થિક મોરચે દગાબાજ ચીનને પાઠ ભણાવવાની કવાયત શરૂ, લેવાયું આ મોટું પગલું

લદાખ (Ladakh) સરહદે ભારતીય સૈનિકો પ્રત્યે ચીનનું આક્રમક વલણ જોતા હવે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ટેલિકોમ ડિપાર્ટમેન્ટે બીએસએનએલ (BSNL) ની ફોરજી સેવાઓમાં ચાઈનીઝ ઉપકરણોના પ્રયોગ પર નિર્ભરતા ઓછી કરવાનો નિર્ણય લીધો છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે મંત્રાલયે બીએસએનલને નિર્દેશ આપ્યા છે કે સુરક્ષા કારણોસર તેઓ ચાઈનીઝ ઉપકરણોનો ઉપયોગ ઓછો કરે. 
આર્થિક મોરચે દગાબાજ ચીનને પાઠ ભણાવવાની કવાયત શરૂ, લેવાયું આ મોટું પગલું

નવી દિલ્હી: લદાખ (Ladakh) સરહદે ભારતીય સૈનિકો પ્રત્યે ચીનનું આક્રમક વલણ જોતા હવે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ટેલિકોમ ડિપાર્ટમેન્ટે બીએસએનએલ (BSNL) ની ફોરજી સેવાઓમાં ચાઈનીઝ ઉપકરણોના પ્રયોગ પર નિર્ભરતા ઓછી કરવાનો નિર્ણય લીધો છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે મંત્રાલયે બીએસએનલને નિર્દેશ આપ્યા છે કે સુરક્ષા કારણોસર તેઓ ચાઈનીઝ ઉપકરણોનો ઉપયોગ ઓછો કરે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ વિભાગે ટેન્ડર પર ફરીથી કામ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત દૂરસંચાર વિભાગે ખાનગી ટેલિકોમ કંપનીઓને પણ ચીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા ઉપકરણો પર નિર્ભરતા ઓછી કરવાનું કહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે ચીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા ઉપકરણોનું નેટવર્ક સિક્યુરિટી હંમેશા શંકાસ્પદ હોય છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે સોમવારે લદાખ સરહદે ગલવાન ખીણમાં ભારતીય સૈનિકો અને ચાઈનીઝ આર્મી વચ્ચે થયેલી હિંસક  ઝડપમાં 20 ભારતીય જવાનો શહીદ થયા છે. આ બાજુ ચીને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદાખમાં ભારત-ચીન સરહદી વિસ્તારોની સ્થિતિ પર ચર્ચા કરવા માટે 19મી જૂને સાંજે 5 વાગે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news