નોટબંધીના ખોટો નિર્ણયને કારણે દેશમાં વધી બેરોજગારીઃ Manmohan Singh

પૂર્વ પ્રધાનમંત્રી ડો. સિંહે કોંગ્રેસના થિંક ટેંક રાજીવ ગાંધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેવલોપમેન્ટ સ્ટડીઝ દ્વારા વિકાસના મુદ્દા પર આયોજીત સંમેલનમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધિત કરી રહ્યા હતા. 

નોટબંધીના ખોટો નિર્ણયને કારણે દેશમાં વધી બેરોજગારીઃ Manmohan Singh

તિરૂઅનંતપુરમઃ ચૂંટણી રાજ્ય કેરલમાં એક સંમેલનને સંબોધિત કરતા પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ (Dr. Manmohan Singh) એ બેરોજગારીને લઈને મોટો હુમલો કર્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ભાજપની આગેવાની હેઠળની સરકારના નોટબંધીના ખોટા નિર્ણયને કારણે આજે દેશમાં બેરોજગારી આસમાને છે અને  અસંગઠિત ક્ષેત્ર તબાહ થઈ ગયું છે. 

પૂર્વ પ્રધાનમંત્રી ડો. સિંહે કોંગ્રેસના થિંક ટેંક રાજીવ ગાંધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેવલોપમેન્ટ સ્ટડીઝ દ્વારા વિકાસના મુદ્દા પર આયોજીત સંમેલનમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધિત કરી રહ્યા હતા. તેમણે રાજ્ય સરકારો સાથે સતત સંવાદન ન કરવાને લઈને પણ કેન્દ્ર સરકારની આલોચના કરી હતી. 

તેમણે કહ્યું કે, લોનની સમસ્યા પર કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કના તત્કાલિન ઉપાયોથી આવનાર ઋણ સંકટને લઈને આપણે છેતરાય ન શકીએ, જે લઘુ અને મધ્યમ ક્ષેત્રને ખુબ ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. 

મનમોહન સિંહની હાજરીમાં કેરલના વિકાસની રજૂ કરવામાં આવી રૂપરેખા
પ્રતીક્ષા 2020 નામના આ કાર્યક્રમમાં ડો. સિંહે કહ્યુ કે, 2016માં લેવામાં આવેલા નોટબંધીના અવિવેકી નિર્યણથી દેશમાં બેરોજગારી વધી છે અને અસંગઠિત ક્ષેત્ર તબાહ થઈ ગયું છે. કેરલમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના વિઝન ડોક્યુમેન્ટ જારી કરવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે આ દસ્તાવેજમાં કેરલના વિકાસની રૂપરેખા રજૂ કરી હતી. 

કોંગ્રેસ નેતાએ કહ્યુ કે, કેરલ અને અન્ય રાજ્યોમાં સરકારી નાણાકીય વ્યવસ્થા 
ડગમગી ગઈ છે અને રાજ્યોએ વધુ ઉધારી લઈ કામ ચલાવવું પડી રહ્યું છે, જેનાથી ભવિષ્યના બજેટો પર વધુ ભાર પડશે. તેમણે કહ્યું કે, હાલની સરકારમાં સંઘવાદ અને રાજ્યોની સાથે નિયમિત ચર્ચાની પરંપરા ખતમ થઈ ગઈ છે, જે આપણા દેશની સામાજીક અને રાજકીય વિચારધારાની આત્મા છે અને જેને બંધારણે પણ મહત્વનું સ્થાન આપ્યું છે. 

ડો. મનમોહન સિંહે કહ્યુ કે, કેરલમાં સામાજીક સ્તર તો ખુબ ઉચું છે, પરંતુ કોઈ એવા ક્ષેત્ર છે જેના પર ભવિષ્યમાં ખુબ વધુ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. કોરોના મહામારીને કારણે કેરલના પર્યટન ઉદ્યોગ પર મોટો ફટકો પડ્યો છે. તેને પાટા પર લાવવો મોટો પડકાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news