ખેડૂતો માટે સારા સમાચાર: સરકાર ખાતામાં નાખશે આટલા રૂપિયા, આગામી મહિનાથી થશે શરૂઆત

કોરોના વાયરસ  (Corona Virus)ના લીધે દેશમાં લોકડાઉન વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે આર્થિક જાહેરાત કરે છે કે લોકડાઉન બાદ ખેડૂતોને આર્થિક આપશે. સરકારે કહ્યું કે ખેડૂતોને એપ્રિલ મહિનાથી આ મદદ મળી શકે છે. 

ખેડૂતો માટે સારા સમાચાર: સરકાર ખાતામાં નાખશે આટલા રૂપિયા, આગામી મહિનાથી થશે શરૂઆત

નવી દિલ્હી: કોરોના વાયરસ  (Corona Virus)ના લીધે દેશમાં લોકડાઉન વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે આર્થિક જાહેરાત કરે છે કે લોકડાઉન બાદ ખેડૂતોને આર્થિક આપશે. સરકારે કહ્યું કે ખેડૂતોને એપ્રિલ મહિનાથી આ મદદ મળી શકે છે. 

ગુરૂવાર પત્રકારો સાથે વાતચીત કરતાં કેંદ્વીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે ખેડૂતોને એપ્રિલ મહિનામાં આર્થિક મદદ પુરી પાડશે. તેમના ખાતામાં કેન્દ્ર સર્કાઅર શરૂઆતમાં 2000 રૂપિયા નાખશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ખેડૂતોને રાહત આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. 

ગરીબો માટે 1.70 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ
કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું કે સરકાર ગરીબો માટે સરકાર 1 લાખ 70 હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપવા જઇ રહી છે. આ પૈસા સીધા ગરીબોના એકાઉન્ટમાં મોકલવામાં આવશે. કોઇપણ ગરીબ ભૂખ્યો રહેશે નહી. દરેક ગરીબને આગામી ત્રણ મહિના સુધી 5 કિલો વધારાનું અનાજ મફત આપવામાં આવશે. એટલે કે વડાપ્રધાન અન્ન યોજના હેઠળ 80 કરોડ લાભાર્થીઓને આ લાભ મળશે. અ પીડીએસ હેઠળ મળનાર રાશનથી વધારાની સુવિધા રહેશે.  

સ્વાસ્થ્ય કર્મીઓ માટે 50 લાખનો વીમો
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કોરોના વાયરસ મહામારીથી લડનાર તમામ સ્વાસ્થ્ય કર્મીઓને વીમો પુરો પાડવામાં આવશે. કોરોનાના વિરૂદ્ધ જંગ લડી રહેલા ડોક્ટરો જેવા યોદ્ધાઓનો 50 લાખનો વિમો રહેશે. આ પ્રકારે 20 લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓને આ વિમા કવર આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news