Gold-silver price today: બજાર ખુલતા જ સોનાના ભાવમાં જોવા મળ્યો ઘટાડો, જાણો શું છે આજનો રેટ
Trending Photos
નવી દિલ્હી: સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ ઘટાડો જોવા મળ્યો. સવારે લગભગ 9.50 વાગે સોના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનામાં 36 રૂપિયાના ઘટાડા સાથે 50,511 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર ચાલતો હતો. જ્યારે ચાંદીમાં 305 રૂપિયાના ઘટાડા સાથે 61,371 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર થઈ રહ્યો હતો. માર્કેટ એક્સપર્ટનું માનીએ તો ભાવમાં ઘટાડાના પગલે તેઓ સોનામાં રોકાણની સલાહ આપી રહ્યા છે. આવામાં તમે સોનામાં રોકાણ શરૂ કરી શકો છો.
શુક્રવારે બજારમાં હતાં આ રેટ
દિલ્હી શરાફા બજારમાં શુક્રવારે સોનામાં 324 રૂપિયાની તેજી સાથે 51,704 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર બંધ થયો હતો. આ અગાઉ પાછળના કારોબારી સત્રમાં સોનું 51,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બંધ થયું હતું. એચડીએફસી સિક્યુરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કમોડિટી) તપન પટેલે કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસનો વચ્ચે યુરોપમાં તાજુ લોકડાઉન લાગુ કરવાની આશંકાના કારણે હાલના બજારની અનિશ્ચિતતાને પગલે શુક્રવારે સોનાના ભાવમાં તેજી આવી.
સોનામાં રોકાણ અંગે એક્સપર્ટ્સનો મત
બજારના જાણકારોનો જણાવ્યાં મુજબ આવનારા દિવસોમાં સોનાના ભાવમાં હજુ વધુ ઘટાડો જોવા મળશે. સોનું 48 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ શકે છે. જ્યારે દીવાળીમાં સોનામાં એકવાર ફરીથી તેજી જોવા મળી શકે છે. ડિસેમ્બર આવતા સુધીમાં તો સોનું પોતાના સર્વોચ્ચ સ્તરે પહોંચી શકે છે. મોતીલાલ ઓસવાલના એસોસિએટ વાઈસ પ્રેસિડેન્ટ અમિત સસેજાના જણાવ્યા મુજબ સોનામાં દર 500 થી 600 રૂપિયાના ઘટાડા પર રોકાણ થઈ શકે છે. એન્જલ બ્રોકિંગના કોમોડિટી અને કરન્સી ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યાં મુજબ દિવાળી સુધીમાં સોનું ફરીથી 52500થી 53000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે