PAN કાર્ડના નવા નિયમ 5 ડિસેમ્બરથી થશે લાગુ, જાણો શું પડશે તકલીફ

PAN દેશના આયકર વિભાગ દ્વારા આપવામાં આવેલું એક પ્રકારનું ઓળખપત્ર છે. જેની જરૂરત નાણાંકીય લેણ-દેણ જેમકે બેંક ખાતુ ખોલાવા માટે અને ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવા માટે થાય છે. 

PAN કાર્ડના નવા નિયમ 5 ડિસેમ્બરથી થશે લાગુ, જાણો શું પડશે તકલીફ

નવી દિલ્હી: આવતા મહિને પાન કાર્ડ સંબંઘિત નિયમોમાં બદલાવ થવાના છે. આયકર વિભાગે પાનને લઇને નિયમોનો એક સેટ તૈયાર કર્યો છે. નવા નિયમ આગામી 5 ડિસેમ્બર 2018થી લાગૂ કરી દેવામાં આવશે. નવા નિયમ અનુસાર એવી નાણાંકીય સંસ્થાઓ જે ચાલુ નાણાંકીય વર્ષમાં 2.5 લાખ અથવા તેના કરતા વધારેનું લેણ-દેણ કરે છે. તેમની માટે પાન નંબર અનિવાર્ય થઇ જશે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ જણાવ્યું ગત સપ્તાહે તેમના એક અધિસુચનમાં કહ્યું હતું કે, જો કોઇ વ્યક્તિ નાણાંકીય વર્ષમાં 2.50 લાખ રૂપિયા અથવા તો તેના કરતા વધારે રકમની લેણ-દેણ કરે છે.તો તેને 31 મે 2019 પહેલા આવેદન આપવું પડશે. 

પાનમાં આવશે આ બદલાવ

  • જો કોઇ વ્યક્તિ વહીવટી સંચાલક, સંચાલક, ભાગીદાર, ટ્રસ્ટી, લેખક, સંસ્થાપક, કર્તા, મક્ય કાર્યકારી અધિકારી(સીઇઓ),મુખ્ય અધિકારી અથવા તો પદાધિકારી છે અને તેની પાસે પાન નથી તો તેણે 31મે 2019 સુધીમાં પાન માટે આવેદન આપવું પડશે.
  • નવા નિયમો અનુસાર, હવે એ નિવાસી સંસ્થાઓએ પાન નંબર લેવો જોઇએ જેમનું ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાનું કુલ વેચાણ, ટર્નઓવર અથવાચો રસીદ પાંચ લાખ રૂપિયાથી અધિક ન પણ હોય. ટેક્સ જાણકારોનું કહેવું છે, કે આનાથી આયકર વિભાહને નાણાંકીય લેણ-દેણ પર નજર રાખવામાં સરળતા રહેશે. જેથી ઇન્કમ ટેક્સની ચોરીને રોકી શકાશે અને કરનો આધાર વધારવામાં મદદ મળશે. 
  • આયકર વિભાગે પાન કાર્ડ માટે ભરવામાં આવતા ફોર્મને લઇને અમૂક પ્રકારના બદલાવ કરવાની પણ જાહેરાત કરી છે. જેમાં આયકર નિયમમાં સંશોધન કરવામાં કરવામાં આવશે. એનડીટીવીના સમાચાર અનુસાર અમુક પ્રકારની ખાસ સ્થિતીમાં પાન કાર્ડ પર પિતાનું નામ અનિવાર્ય નહિ હોય
  • સીબીડીટીના નોટીફિકેશનમાં કહેવામાં આવ્યું કે એવા લોકોને પાન કાર્ડ પર પિતાનું નામ અનિવાર્ય નહિં હોય જેમની મા જ તેમના માતા અને પિતા એમ બંન્નેના પાલનના રૂપમાં છે.-PAN દેશમાં આયકર વિભાગ દ્વારા પ્રદાન કરવામાં આવેલી ઓળખ છે. જેની જરૂરિયાત નાણાંકીય લેણ દેણ જેવી કે બેંક ખાતુ ખોલાવા અને આયકર રિટર્ન ભરવા માટે થાય છે,

કરદાતાઓ હજુ પણ ઓછા...
આશરે 1.35 અરબ જન સંખ્યા વાળા દેશમાં કરદાતાઓની સંખ્યા ખુબજ ઓછી છે. જ્યારે હાલના વર્ષમાં તેમાં થોડી તેજી જેવા મળી છે. ભારતમાં કર રિટર્ન ભરનારાઓની સંખ્યા 2014માં આશરે 3.80 કરોડ હતી. આ ગત વર્ષે એટલે 2017માં 6.86 કરોડ સુધી પહોંચી હતી. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આંકડો આવતા વર્ષે 7.6 અથવા 7.5 સુધી પહોંચી શકે છે. સરકાર અનુસાર પ્રત્યક્ષ કરદાતાઓની સંખ્યામાં વધારો એ કાળાધન પર અંકુશનો શ્રેષ્ઠ ઉપાય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news