બેંક ગ્રાહકોને હવે જરૂર નહીં પડે Aadhaarની, મળશે નવું યુનિક ID

સરકાર બહુ જલ્દી બેંક પાસેતી લોન લેનારા માટે નવું આઇડી લાવાનું પ્લાનિંગ કરી રહી છે

બેંક ગ્રાહકોને હવે જરૂર નહીં પડે Aadhaarની, મળશે નવું યુનિક ID

નવી દિલ્હી : બેંકના ગ્રાહકો માટે એકૃ સારા સમાચાર છે. સરકાર બહુ જલ્દી આધારની જેમ બેંક પાસેથી લોન લેનારા માટે નવું આઇડી લાવવાનું પ્લાનિંગ કરી રહી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે RBI બહુ જલ્દી નવી સિસ્ટમની જાહેરાત કરવાની છે. બેંક ગ્રાહક હવે બહુ જલ્દી લોન આપતી વખતે આ યુનિક આઇડી આપશે જેમાં ગ્રાહકની તમામ જાણકારી રજિસ્ટર્ડ હશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિ્યાએ બેંકોને યુનિક કસ્ટમર આઇડેન્ટિફિકેશન કોડ (UCIC) સિસ્ટમ અુપનાવાનું કહ્યું છે જેના કારણે નાણાંકીય લેવડદેવડ ઝડપી બનશે. 

ગ્રાહકોનું યુનિક આઇડી જનરેટ થવાથી લોન લેનારનો સંપૂર્ણ ડેટા બેંક પાસે રહેશે. આ વ્યવસ્થાથી ગ્રાહકોને પણ ફાયદો થશે. ગ્રાહકે અલગઅલગ બેંકને લોન લેતી વખતે નવેસરથી વિગતો નહીં આપવી પડે. ભારતની કેટલીક બેંકોએ UCIC સિસ્ટમ અપનાવી લીધી છે. જોકે અત્યાર સુધી મોટાભાગની બેંકોએ કોઈ ગ્રાહકનું યુનિક આઇડી નથી બનાવ્યું. 

આ યુનિક આઇડી કોઈ ઓળખપત્રની જેમ જ કામ કરશે. આના કારણે ગ્રાહકની જાણકારી મેળવવામાં સમય નહીં લાગે અને ક્રેડિટ હિસ્ટ્રીના આધારે લોન મળી શકશે. હકીકતમાં બેંક સાથે થનારા ફ્રોડથી બચવા માટે RBI આ પગલું ઉઠાવી શકે છે કારણ કે અત્યાર સુધી કેવાયસી માટે જે દસ્તાવેજ જમા કરવાના હોય છે એ ગ્રાહક પોતે જ જમા કરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકોએ એવા ફ્રોડના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જેમાં ગ્રાહકોએ ખોટી માહિતી આપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news