Coronavirus: ઈરાનથી 236 ભારતીયોને જેસલમેર લવાયા, ઈટાલીમાંથી 218 ભારતીયોને કરાયા એરલિફ્ટ

ઈરાનમાં કોરોનાના સંક્રમણને જોતા ભારતીય મૂળના 236 લોકોને એર ઈન્ડિયાની ફ્લાઈટથી આજે જેસલમેર લાવવામાં આવ્યાં. એર ઈન્ડિયાની 2 ફ્લાઈટ્સમાં તમામને ઈરાનથી ભારતમાં કડક નિગરાણીમાં લાવવામાં આવ્યાં. 

Coronavirus: ઈરાનથી 236 ભારતીયોને જેસલમેર લવાયા, ઈટાલીમાંથી 218 ભારતીયોને કરાયા એરલિફ્ટ

અરુણ હર્ષ, જેસલમેર: ઈરાનમાં કોરોનાના સંક્રમણને જોતા ભારતીય મૂળના 236 લોકોને એર ઈન્ડિયાની ફ્લાઈટથી આજે જેસલમેર લાવવામાં આવ્યાં. એર ઈન્ડિયાની 2 ફ્લાઈટ્સમાં તમામને ઈરાનથી ભારતમાં કડક નિગરાણીમાં લાવવામાં આવ્યાં. આ બાજુ કોરોનાથી પ્રભાવિત ઈટાલીમાંથી 218 ભારતીયોને આજે સવારે વિશેષ વિમાનથી દિલ્હી એરપોર્ટ લાવવામાં આવ્યાં. આ તમામને ભારત-તિબ્બત સીમા પોલીસના છાવલા શિબિર ખાતે લઈ જવામાં આવી રહ્યાં છે. 

— ANI (@ANI) March 15, 2020

કોરોનાના કહેરને જોતા ઈરાનથી પાછા લવાયેલા 236 ભારતીયોને જેસલમેરના ભારતીય સેનાના વેલનેસ સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવશે. અહીં મોટા ડોક્ટરો આ તમામ લોકોની નિગરાણી કરશે. આ બાજુ ભારતીય સૈનિકોએ વિદેશથી પાછા ફરેલા આ તમામની દેખભાળ અને સહાયતાની જવાબદારી ઉઠાવી છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે તમામ લોકોને જેસલમેરના આર્મી સ્ટેશનમાં રાખવામાં આવશે. તમામ ભારતીય નાગરિકોનો સ્ક્રિનિંગ અને ટેસ્ટમાં કોઈનામાં વાઈરસનો ચેપ જોવા મળ્યો નથી. પરંતુ સુરક્ષા કારણોસર સામાન્ય ચિકિત્સકિય પ્રક્રિયા હેઠળ થોડા દિવસ તેમને મિલેટ્રી સ્ટેશન જેસલમેરમાં આવેલા આઈસોલેશન કમ વેલનેસ સેન્ટરમાં રખાશે અને નિગરાણી પ્રક્રિયા બાદ તેમને પોતાના ઘર માટે રવાના કરી દેવાશે. 

આ બાજુ રાજસ્થાન સરકારે કોરોના ડિસીઝને નોટિફાઈડ કર્યો છે. રાજસ્થાન એપેડેમિક ડિઝીઝ એક્ટમાં તેને નોટિફાય કરવામાં આવ્યો છે. મેલેરિયા, ડેંગ્યુ, સ્વાઈન ફ્લુ, ટીબીની સાથે કોરોનાને પણ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ હવે પ્રદેશના દરેક ચિકિત્સક પછી ભલે તે સરકારી હોય કે પછી પ્રાઈવેટ પ્રેક્ટિસનર તેણે કોરોનાના લક્ષ્ણવાળા દરેક દર્દીની સૂચના તરત સરકારને આપવી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news