PM નરેન્દ્ર મોદીએ જે આર્થિક પેકેજ આપ્યું, તે GDPનું 10% હશે

PMએ કહ્યું કે આ બધા દ્વારા દેશના વિભિન્ન વર્ગોને, આર્થિક વ્યવસ્થાની કડીઓને, 20 લાખ કરોડ રૂપિયાના પેકેજથી સપોર્ટ મળશે. તેમણે કહ્યું કે 20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ, 2020માં દેશની વિકાસ યાત્રાને, આત્મનિર્ભર ભારત અભિયાનને એક નવી ગતિ આપશે.

PM નરેન્દ્ર મોદીએ જે આર્થિક પેકેજ આપ્યું, તે GDPનું 10% હશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધનમાં મોટા આર્થિક પેકેજની જાહેરત કરી છે. આ આર્થિક પેકેજ ભારતને 'આત્મ નિર્ભર' બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. પીએમ મોદીએ કહ્યું કે RBI ના નિર્ણયને જોડતાં આ પેકેજ લગભગ 20 લાખ કરોડનું છે, જોકે GDP ના 10% છે. આ આર્થિક પેકેજ વિશે નાણામંત્રી વિસ્તાર પૂર્વક જાણકારી આપશે. 

PMએ કહ્યું કે આ બધા દ્વારા દેશના વિભિન્ન વર્ગોને, આર્થિક વ્યવસ્થાની કડીઓને, 20 લાખ કરોડ રૂપિયાના પેકેજથી સપોર્ટ મળશે. તેમણે કહ્યું કે 20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ, 2020માં દેશની વિકાસ યાત્રાને, આત્મનિર્ભર ભારત અભિયાનને એક નવી ગતિ આપશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે આ પેકેજમાં Land, Labour, Liquidity અને Law પર ભાર મુકવામાં આવ્યો છે. 

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે આર્થિક પેકેજ આપણા કુટિર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, આપણા લધુ અને મધ્યમ ઉદ્યોગ, અને MSME માટે છે. જે કરોડો લોકોની આજીવિકાનું સાધન છે, જે આત્મનિર્ભર ભારતના આપણા સંકલ્પનો મજબૂત આધાર છે. આ આર્થિક પેકેજ દેશના તે શ્રમિક માટે છે, દેશના તે ખેડૂત માટે છે જે દરેક સ્થ્તિ, દરેક સિઝનમાં દેશવાસીઓ માટે દિવસ રાત પરિશ્રમ કરે છે. આ આર્થિક પેકેજ આપણા દેશના મધ્યમ વર્ગ માટે છે, જે ઇમાનદારીથી ટેક્સ ચૂકવે છે, દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. 

તેમણે આગળ કહ્યું કે તમે પણ અનુભવ્યું હશે કે ગત 6 વર્ષોમાં રિફોર્મસ (Reforms) થયા, તેના કારણે આજે સંકટના સમયે પણ ભારતની વ્યવસ્થાઓ વધુ સક્ષમ, વધુ સમર્થ જોવા મળી છે. હવે Reforms ના તે દાયરાને વ્યાપક કરવાનો છે, નવી ઉંચાઇ આપવાની છે. આ રિફોર્મસ ખેતી સાથે જોડાયેલા સપ્લાઇ ચેનમાં હશે, જેથી ખેડૂતો પણ સશક્ત બને અને ભવિષ્યમાં કોરોન જેવા કોઇ બીજા સંકટમાં કૃષિ પર ઓછામાં ઓછી અસર થાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news