PM Jan Dhan Yojana: પ્રધાનમંત્રી જનધન ખાતા 41 કરોડને પાર, 2014મા શરૂ થઈ હતી યોજના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 2014મા તેની શરૂઆત કરી, તેમણે પોતાના સ્વતંત્રતા દિવસ સંબોધનમાં જનધન યોજનાની જાહેરાત કરી હતી. 2014મા 28 ઓગસ્ટે આ યોજનાને શરૂ કરવામાં આવી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી જન ધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana) થી 41 કરોડ કરતા વધુ લોકોને ફાયદો થયો છે. નાણા મંત્રાલયે આ જાણકારી આપી છે. છ જાન્યુઆરી 2021 સુધી જનધન ખાતાની કુલ સંખ્યા 41.6 કરોડ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે, છ જાન્યુઆરી 2021 સુધી જનધન ખાતાની સંખ્યા 41 કરોડને પાર અને શૂન્ય બેલેન્સ વાળા ખાતાની સંખ્યા માર્ચ 2015ના 58 ટકાથી ઘટીને 7.5 ટકા થઈ ગઈ છે. ટ્વીટ પ્રમાણે સરકાર બધા નાગરિકોના નાણાકીય સમાવેશ માટે પ્રતિબદ્ધ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 2014મા તેની શરૂઆત કરી, તેમણે પોતાના સ્વતંત્રતા દિવસ સંબોધનમાં જનધન યોજનાની જાહેરાત કરી હતી. 2014મા 28 ઓગસ્ટે આ યોજનાને શરૂ કરવામાં આવી હતી. સરકારે 2018મા વધુ સુવિધાઓ સાથે આ યોજનાની બીજી એડિશન શરૂ કરી હતી. સરકારે યોજનાના બીજા તબક્કામાં તે દરેક વ્યક્તિનું ખાતુ ખોલાવ્યું જેની પાસે બેન્કિંગ સુવિધા નહતી.
મહત્વનું છે કે 28 ઓગસ્ટ 2018 બાદ ખુલેલા જનધન ખાતા પર રૂપે કાર્ડ ધારકો માટે દુર્ઘટના વીમા કરવને વધારીને 2 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. બેન્કોએ 8 જાન્યુઆરી 2021 સુધી 1.68 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ મર્યાદાની સાથે 1.8 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ જારી કર્યા છે. આ યોજનામાં અડધાથી વધુ એટલે કે 55 ટકા ખાતાધારક મહિલાઓ છે. પાછલા દિવસોમાં આરટીઆઈ દ્વારા આ જાણકારી સામે આવી હતી. RTIમા મળેલી જાણકારી પ્રમાણે નવ સપ્ટેમ્બર 2020 સુધી પીએમજેડીવાઈ હેઠળ કુલ 40.63 કરોડ ખાતા હતા. તેમાંથી 22.44 કરોડ ખાતા મહિલાઓ અને 18.19 કરોડ ખાતા પુરૂષોના હતા. નાણા મંત્રાલય પ્રમાણે મહિલા અને પુરૂષ ખાતાધારકોના ખાતામાં જમા રકમની અલગથી માહિતી રાખવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે