ITR દાખલ કરવાની છેલ્લી તારીખ છે નજીક, આ રીતે ઘરે બેસીને કરો ફાઇલ
જો સામાન્ય વ્યક્તિ 31 જુલાઈ 2019 પહેલા રિટર્ન ફાઈલ નહી કરે તો તેને આવકવેરા અધિનિયમ હેઠળ 234F અનુસાર 31 જુલાઈથી 31 ડિસેમ્બર સુધી 5000નો દંડ ફટકારવામાં આવશે
Trending Photos
નવી દિલ્હી : જો તમારી વાર્ષિક આવક ઇન્કમટેક્સ નિયમ પ્રમાણે સીમા કરતા વધારે છે તો તમારા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે ITR દાખલ કરવું જરૂરી છે. જો નિયમ પ્રમાણે તમારી ટેક્સેબલ ઇન્કમ 2.50 લાખ રૂપિયા કરતા વધારે છે તો આઇટીઆર દાખલ કરવું જરૂરી છે. ટેક્સેબલ ઇન્કમ પર દરેક વ્યક્તિ માટે ટેક્સ આપવો જરૂરી છે. આઇટીઆરથી ઇન્કમ ટેક્સ વિભાગને વાર્ષિક આવકની જાણકારી મળે છે.
જો સામાન્ય વ્યક્તિ 31 જુલાઈ 2019 પહેલા રિટર્ન ફાઈલ નહી કરે તો તેને આવકવેરા અધિનિયમ હેઠળ 234F અનુસાર 31 જુલાઈથી 31 ડિસેમ્બર સુધી 5000નો દંડ ફટકારવામાં આવશે. 1 જાન્યુઆરીથી લઈને 31 માર્ચ સુધી 10,000 રૂપિયાનો દંડ ફટકારાશે. ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ છે. 2018-19ની છેલ્લી તારીખ સુધીમાં જો તમે ટેક્સ રિટર્ન ન ફાઈલ કર્યો તો તમારે પેનલ્ટી ચુકવવી પડશે. જો કે ટેક્સસ્લેબ ઈનકમ 5 લાખ રૂપિયાથી ઓછી હશે તો ફક્ત 1000નો દંડ વસુલવામાં આવશે.
કેવી રીતે ભરશો ITR ?
- ITR-1 ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ભરી શકાય છે
- incometaxindiaefiling.gov.in પર જવું પડશે
- પહેલીવાર ટેક્સપેયરે રજિસ્ટ્રેશન કરાવવું પડશે
- રજિસ્ટ્રેશન પછી ઓનલાઇન ટેક્સ ભરી શકો છો
- તમારો PAN નંબર જ યુઝર ID હશે
- ઓફલાઇન માટે ITR પ્રીપેરેશન સોફ્ટવેર ડાઉનલોડ કરો
- સોફ્ટવેરની મદદથી તૈયાર કરો ITR રિટર્ન
- તૈયાર થયા પછી વેબસાઇટ પર રિટર્ન અપલોડ કરો
- જરૂર પડે તો એક્સપર્ટની મદદ લો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે