ઉછળ્યો સેન્સેક્સ : આજની લેટેસ્ટ સ્થિતિ જાણવા માટે કરો ક્લિક
સકારાત્મક સંકેત વચ્ચે લેવાલી નીકળી છે
Trending Photos
મુંબઈ : સકારાત્મક વૈશ્વિક સંકેત વચ્ચે નીકળેલી લેવાલી વચ્ચે બુધવારે પ્રારંભિક બિઝનેસ વખતે જ સેન્સેક્સ 100 અંકથી વધારે મજબૂત બની ગયો છે. મુંબઈ શેર બજારનો 30 શેરનો સંવેદી સૂચકાંક સેન્સેક્સ 142.26 પોઇન્ટ એટલે કે 0.38 ટકા મજબૂત થઈને 37,432.93 પોઇન્ટ પર પહોંચી ગયો હતો. રૂપિયાની ઘટતી કિંમત તેમજ વૈશ્વિક સ્તરે તણાવને કારણે બે બિઝનેસ દિવસોમાં એ લગભગ 800 પોઇન્ટ તૂટી ગયો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 50.55 પોઇન્ટ એટલે કે 0.44 ટકાની તેજી સાથે 11,329.45 પોઇન્ટ પર રહ્યો. હાલમાં કોલ ઇન્ડિયા, એશિયન પેઇન્ટસ, ઓએનજીસી, સન ફાર્મા, તાતા સ્ટીલ, આઇટીસી, તાતા મોટર્સ, એલએન્ડટી, ભારતી એરટેલ, બજાજ ઓટો, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને કોટેક બેંકના શેર 2.03 ટકા સુધી ચડી ગયો છે જ્યારે પાવરગ્રીડ, એનટીપીસી, ભારતીય સ્ટેટ બેંક, વિપ્રો, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંક અને હિંદુસ્તાન યુનિલિવરના શેર 0.96 ટકા ઘટી ગયા છે.
પ્રાથમિક આંકડાઓ પ્રમાણે મંગળવારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 264.66 કરોડ રૂપિયાની શુદ્ધ લેવાલી કરી છે. જોકે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની વેચવાલી ચાલુ છે અને કુલ શુદ્ધ વેચવાલી 1,143.73 કરોડ રૂ. છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે