ટ્રિપલ તલાક પર અધ્યાદેશ લાવશે કેન્દ્ર સરકાર, કેબિનેટ બેઠકમાં મળી મંજૂરી - સુત્ર

આ અધ્યાદેશ 6 મહિના સુધી લાગુ રહેશે

ટ્રિપલ તલાક પર અધ્યાદેશ લાવશે કેન્દ્ર સરકાર, કેબિનેટ બેઠકમાં મળી મંજૂરી - સુત્ર

નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારે ટ્રિપલ તલાક બિલને સંસદમાં અટકાવા પર તેને લાગૂ કરવા માટે અધ્યાદેશનો રસ્તો અપનાવ્યો છે. બુધવારના રોજ કેબિનેટની બેઠકમાં આ અધ્યાદેશને મંજૂરી આપી દેવામાં આવી છે. આ અધ્યાદેશ 6 મહિના સુધી લાગૂ રહેશે. ત્યાં સુધીમાં સરકારે તેનું બિલ રજૂ કરવું પડશે એટલે કે સરકારની પાસે શિયાળુ સત્રમાં જ આ બિલને પાસ કરાવું પડશે. સુત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે મોન્સુન સત્રમાં ટ્રિપલ તલાક બિલ સંસદમાં ટ્રિપલ તલાક બિલ અટક્યું હોવાના કારણે સરકાર આ અધ્યાદેશ લાવવાની તૈયારી કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે દેશમાં ટ્રિપલ તલાકના વધી રહેલા મામલાને જોઈને કેન્દ્ર સરકારે કહ્યું હતું કે એ આ વિધેયક લઈને આવે. ગઈ 15 ઓગસ્ટે પણ કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષી પાર્ટી પર આડકતરો હુમલો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એવા કેટલાક લોકો છે જેણે હાલમાં સમાપ્ત થયેલા મોન્સુન સત્ર દરમિયાન ટ્રિપલ તલાક બિલને પસાર થવા નથી દીધું.  તેમણે મુસ્લિમ મહિલાઓને ભરોસો આપ્યો કે સરકાર તેમના માટે ન્યાય નિશ્ચિત કરવામાં કોઈ કસર નહીં છોડે. 

ભાજપ તરફથી સતત કોંગ્રેસ પર ટ્રિપલ તલાક બિલને અટકાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. નવા બિલમાં ટ્રિપલ તલાક (તલાક-એ-બિદ્દત)ના મામલાને બિન જામીનપાત્ર ગુનો માનવામાં આવ્યો છે પરંતુ સંશોધન મુજબ હવે મેજિસ્ટ્રેટને જામીન આપવાનો અધિકાર છે. સંશોધિત ટ્રિપલ તલાક બિલમાં પ્રમાણે ટ્રાયલ પહેલાં પીડિતાનો પક્ષ સાંભળીને મેજીસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે.  આ સિવાય પીડિતા, પરિવાર અને લોહીના સંબંધીઓ હોય તેવાં લોકો જ FIR દાખલ કરાવી શકે છે તેમજ મેજીસ્ટ્રેટને પતિ-પત્ની વચ્ચે સમજૂતી કરાવીને લગ્ન બરકરાર રાખવાનો અધિકાર હશે. એક વખતમાં ટ્રિપલ તલાક બિલની પીડિત મહિલા વળતરની અધિકાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news