ડ્રગ કેસ: Arjun Rampalની ગર્લફ્રેન્ડના ભાઈની NCBએ કરી ધરપકડ! થઈ શકે છે મોટા ખુલાસા
સુશાંત સિંહ રાજપૂત હત્યા મામલે સંબધિત ડ્રગ્સ કેસ તેના છેલ્લા તબક્કામાં છે. ત્યારે એનસીબીની તપાસમાં કેટલાક મોટા નામોના ખુલાસા થઈ રહ્યાં છે અને કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આ કેસમાં સતત તપાસ કરી રહ્યું છે
Trending Photos
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત હત્યા મામલે સંબધિત ડ્રગ્સ કેસ તેના છેલ્લા તબક્કામાં છે. ત્યારે એનસીબીની તપાસમાં કેટલાક મોટા નામોના ખુલાસા થઈ રહ્યાં છે અને કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આ કેસમાં સતત તપાસ કરી રહ્યું છે. હવે આ મામલે એનસીબીએ વધુ એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સ અર્જૂન રામપાલની ગર્લફ્રન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ (Gabriella Demetriades)નો ભાઈ છે.
ડ્રગ્સની સાથે કરી ધરપકડ
અમારી સહયોગી વેબસાઈટ વિયોન ન્યૂઝ અનુસાર, ડ્રગ કેસમાં એનસીબીએ અહીં 23 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરેલા અગિસિલાઓસ ડેમેટ્રિએડ્સ (Agisialos Demetriade) એક આફ્રીકા મૂળનો વ્યક્તિ છે. તેણે એનસીબીએ હાશિશ અને અલ્પ્રઝોલમની ટેબલેટ્સ સાથે ધરપકડ કરી છે. આ બંને પ્રતિબંધિત ડ્રગ્સ છે. આ શખ્સે ઘણી ફિલ્મી હસ્તીઓ અને પ્રોડક્શન હાઉસ સાથે નજીકના સંબંધ હોવાની આશંકા વ્યક્ત કરી છે. અગિસિલાઓસ અભિનેત્રી અને મોડલ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સનો ભાઇ છે.
આ પહેલા મુંબઇમાં એનસીબીએ દરોડા પાડી એક ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી. એનસીબીના અધિકારીઓએ મુંબઇના શાંતાક્રૂઝ વિસ્તારમાં રહેતા જય મધોક નામના ડ્રગ પેડલરની ગત ગુરૂવારના ધરપકડ કરી હતી. આ શખ્સ પર ડ્રગ્સનો ઉપયોગ કરવા અને તેના સપ્લાય કરવાનો આરોપ છે.
રિયાને જામીન, બાકી તમામને જેલ
ડ્રગ્સ કેસમાં એનસીબી રિયા ચ્રક્રવર્તી, તેના ભાઈ શોવિક, સુશાંતના મેનેજર સેમ્યુઅલ મિરાંડા, કુક દીપેશ સાવંત, ડ્રગ પેડલર જૈદ, બાસિત પરિહાર, ધર્મા પ્રોડક્શનના પૂર્વ કાર્યકારી નિર્માતા રહેલા ક્ષિતિજ રવિ પ્રસાદ સહિત 22 આરોપીઓની ધરપકડ કરી છે. બોમ્બે હાઇ કોર્ટે માત્ર રિયાને જામીન આપ્યા છે. બાકી તમામ આરોપીને જેલમાં મોકલ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ 14 જૂનના બ્રાંદ્રા સ્થિત તેના ફ્લેટ પર મળ્યો હતો. પહેલા આ મામલે મુંબઇ પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારબાદ સુશાંતના પિતાની ફરિયાદ બાદ બિહાર પોલીસે થોડા દિવસ તેમાં તપાસ કરી, પરંતુ ત્યારબાદ આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈડી, સીબીઆઇ અને એનસીબી આ કેસના તમામ પાસાઓ પર ભેગા મળીને તપાસ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે