RRR Bheem First Look: જૂનિયર એનટીઆરનો ભીમ લુક રિલીઝ, ટીઝર જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ જશે


ટીઝરના દ્રશ્યોના માધ્યમથી ભીમની ભૂમિકાની અમર્યાદિત શક્તિ અને ઇચ્છાશક્તિને પ્રદર્શિત કરવામાં આવી છે. જંગલની વિષમ પરિસ્થિતિઓમાં તેને ભાગતો-દોડતો દેખાડવામાં આવ્યો છે. 

RRR Bheem First Look: જૂનિયર એનટીઆરનો ભીમ લુક રિલીઝ, ટીઝર જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ જશે

નવી દિલ્હીઃ બાહુબલી ડાયરેક્ટર એસએસ રાજામૌલીની બહુભાષીય ફિલ્મ  RRRમા જૂનિયર એનટીઆરની ભૂમિકાનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. એનટીઆરની ભૂમિકાનું નામ ભીમ છે. ટીઝર ખુબ દમદાર છે અને તમારા રૂંવાટા ઉભા કરનારૂ છે. 

ટીઝરના દ્રશ્યોના માધ્યમથી ભીમની ભૂમિકાની અમર્યાદિત શક્તિ અને ઇચ્છાશક્તિને પ્રદર્શિત કરવામાં આવી છે. જંગલની વિષમ પરિસ્થિતિઓમાં તેને ભાગતો-દોડતો દેખાડવામાં આવ્યો છે. તેને સમુદ્રને રોકવાની ક્ષમતા વાળો કહેવામાં આવ્યો છે. ટીઝરથી ફિલ્મના વિશાળ કેનવાસનો અનુભવ થઈ ગાય છે, જે માટે એસએસ રાજામૌલી જાણીતા છે. દ્રશ્યોને શૂટ કરવા માટે જે પ્રકારે કેમેરાના એંગલનો ઉપયોગ કરે છે, તેનાથી પાત્ર લાર્જર ધેન લાઇફ હોવાનો આભાસ આપે છે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે હિન્દીમાં ડબ ટીઝર શેર કર્યું છે. 

આરઆરઆરનું સંપૂર્ણ નામ  Roudram Ranam Rudhiram છે, જેમાં જૂનિયર એનટીઆરની ભૂમિકાનું નામ કોમારામ ભીમ છે. કોમારામ ભીમ સ્વતંત્રતા સેનાની હતા, જેના વિશે રાજામૌલીએ જણાવ્યુ હતુ કે તેમણે પરંપરાગત રીકે શિક્ષણ હાસિલ કર્યું નહીં અને જુવાનીમાં પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયા હતા. પરંતુ જ્યારે પરત આવ્યા તો ભણેલ-ગણેલ વ્યક્તિ હતા. તેમણે આદિવાસિઓ માટે નિઝામના શાસન વિરુદ્ધ જંગ છેડ્યો હતો. તેમણે ગુરિલ્લા યુદ્ધ શૈલી અપનાવી હતી અને બાદમાં અંગ્રેજોની સત્તા સામે લડતા શહીદ થયા હતા. 

— taran adarsh (@taran_adarsh) October 22, 2020

તો ડાયરેક્ટર રાજામૌલીએ તેને તેલુગુ ભાષામાં શેર કર્યુ છે, જેમાં મૂળ રૂપથી ફિલ્મ બનાવવામાં આવી છે. આ સાથે તેમણે લખ્યું- ભીમની તાકાત આપણા પોતાના રામારાજૂથી સારી કોણ દેખાડી શકે છે. તમારા બધા માટે ભીમ હાજર છે. 

રિપોર્ટસ પ્રમાણે ટીઝર જૂનિયર એનટીઆરના જન્મદિવસના દિવસે 20 મેએ આવવાનું હતું. રામ ચરનના જન્મદિવસ પર તેમના કિરદાર અલ્લૂરી સીારામ રાજૂને ઇન્ટ્રોડ્યૂસ કરાવવામાં આવ્યા હતા. અલ્લૂરી સીતારામ રાજૂની કહાની પણ ભીમ સાથે મળે છે. તેઓ પણ તેલુગુ ક્ષેત્રના આદિવાસી નેતા હતા જે પોતાનું ગામ છોડીને ગયા અને બાદમાં અંગ્રેજો સામે લડતા શહીદ થઈ ગયા હતા. 

Hrithik ના માતાએ સુશાંત વિશે એક પોસ્ટ શેર કરી, મચી ગયો ખળભળાટ

હકીકતમાં ફિલ્મની કહાની એક કાલ્પનિક સવાલથી નિકળી છે કે જો આ બંન્ને મહાન વ્યક્તિ તે સમયે મળ્યા હોત, જ્યારે તે ઘરથી દૂર હતા અને દોસ્ત બની જાત તો શું થાત? ફિલ્મની કહાની 1920ના બ્રિટિશ ભારતમાં સેટ છે. ફિલ્મમાં અજય દેવગન અને આલિયા ભટ્ટ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. લગભગ 450 કરોડના ખર્ચે બની રહેલી ફિલ્મ 2021મા રિલીઝ થશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news