સંજય દત્તને મળ્યા USના 5 વર્ષના વિઝા, કેન્સરની સારવાર માટે જશે ન્યૂયોર્ક

Sanjay Dutt Cancer Treatment In New York: કેન્સરની બીમારીથી પીડિત અભિનેતા સંજય દત્તને સારવાર માટે અમેરિકાના વિઝા મળી ગયા છે. તેઓ જલદી સારવાર માટે ન્યૂયોર્ક જઈ શકે છે. 

સંજય દત્તને મળ્યા USના 5 વર્ષના વિઝા, કેન્સરની સારવાર માટે જશે ન્યૂયોર્ક

મુંબઈઃ અભિનેતા સંજય દત્તને કેન્સર થયું છે. તેઓ પોતાની શરૂઆતી સારવાર મુંબઈમાં કરાવી રહ્યાં છે. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, તે સારવાર માટે અમેરિકા જવાની તૈયારી કરી રહ્યાં છે. રિપોર્ટ્સ પ્રમાણે સંજય દત્તને ફેફસાનું કેન્સર છે. 

વીઝા મળવામાં હતી મુશ્કેલી
એક ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે સંજયને કેન્સરની જાણકારી મળ્યા બાદ તેણે યૂએસના વિઝા માટે અરજી કરી હતી. પરંતુ શરૂઆતમાં તેને મંજૂરી મળવામાં મુશ્કેલી આવી રહી હતી, કારણ કે તે 1993 બ્લાસ્ટના દોષીતોમાંથી એક છે. 

મેડિકલ ગ્રાઉન્ડ પર મળ્યા વીઝા
રિપોર્ટ્સ પ્રમાણે તેમના એક નજીકના મિત્રએ તેને મેડિકલ આધાર પર 5 વર્ષના વિઝા અપાવી દીધા છે. હવે આશા છે કે તે પોતાની પત્ની માન્યતા અને બહેન પ્રિયાની સાથે ન્યૂયોર્ક જઈને કેન્સરની સારવાર કરાવશે. 

બે મહિના સુધી હોટલમાં કેમ રોકાયો સુશાંત? શું છે ભૂત-પ્રેત કનેક્શન? CBI કરશે તપાસ

આ હોસ્પિટલમાં માતા નરગિસની થઈ હતી સારવાર
સંજય દત્તના માતા નરગિસને પણ 1980 અને 1981મા કેન્સર થયું હતું. રિપોર્ટ્સ પ્રમાણે આ હોસ્પિટલમાં જ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. માત્ર તેઓ જ નહીં ઋષિ કપૂર, મનીષા કોઇરાલા અને સોનાલી બિંદ્રાએ પણ આ હોસ્પિટલમાં સારવાર કરાવી છે. અહેવાલ તો તે પણ છે કે યૂએસ જવાનો પ્લાન સફળ ન થાય તો સંજય દત્ત સિંગાપુર જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news