સુશાંતના આ મિત્રે અચાનક કહ્યું- 'હું જીવતો છું', રિયા અને સિદ્ધાર્થને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો

બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની આત્મહત્યાના મામલે હજુ કોકડું ગૂંચવાયેલું જ છે. સુશાંતે 14મી જૂને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તે દિવસથી મુંબઈ પોલીસ આ કેસની તપાસમાં લાગી છે. હવે તો બિહાર પોલીસ પણ અલગથી તપાસમાં જોડાઈ છે. પટણામાં સુશાંતના પિતા દ્વારા એફઆઈઆર દાખળ થયા બાદ હવે બિહાર પોલીસે મુંબઈમાં  ધામા નાખ્યા છે પરંતુ આ બધા વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. 
સુશાંતના આ મિત્રે અચાનક કહ્યું- 'હું જીવતો છું', રિયા અને સિદ્ધાર્થને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની આત્મહત્યાના મામલે હજુ કોકડું ગૂંચવાયેલું જ છે. સુશાંતે 14મી જૂને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તે દિવસથી મુંબઈ પોલીસ આ કેસની તપાસમાં લાગી છે. હવે તો બિહાર પોલીસ પણ અલગથી તપાસમાં જોડાઈ છે. પટણામાં સુશાંતના પિતા દ્વારા એફઆઈઆર દાખળ થયા બાદ હવે બિહાર પોલીસે મુંબઈમાં  ધામા નાખ્યા છે પરંતુ આ બધા વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. 

હકીકતમાં સુશાંતની મિત્ર સ્મિતાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે સુશાંતનો વધુ એક ફ્લેટમેટ હતો જેનું નામ સેમ્યુઅલ હોકિપ(Samuel Haokip) હતું, ત્યારબાદથી સોશિયલ મીડિયામાં તેના મોતની અફવાઓ જોર પકડવા લાગી હતી. પરંતુ હવે સેમ્યુઅલ સામે આવ્યો છે અને તેણે ઈન્સ્ટા સ્ટોરી દ્વારા લોકોને જણાવ્યું કે તે મર્યો નથી પરંતુ જીવતો છે. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું કે બધાને હેલો, સૌથી પહેલા તો સપોર્ટ કરવા બદલ આભાર. હું ઠીક છું અને જીવતો છું.  મારા એકાઉન્ટને કોઈ બીજો યૂઝ કરતો નથી. સુશાંતને આ રીતે સપોર્ટ કરવા બદલ હ્રદયથી તમારો આભારી છું. 

No description available.

આ બાજુ ઈન્સ્ટા પર લાઈવ પણ તે આવ્યો અને જ્યાં એક યૂઝરે તેને પૂછ્યું કે સિદ્ધાર્થ પિઠાની અને રિયા ચક્રવર્તી વચ્ચે શું સંબંધ હતો, શું તે સારા મિત્રો હતાં. જેનો જવાબ આપતા તેણે કહ્યું કે 'તે મારા કરતા સારો મિત્ર રિયાનો હતો. મારો અર્થ છે કે તે રિયાની વધુ નજીક હતો.' ત્યારબાદ લોકોએ સુશાંત અને રિયાને લઈને કેટલાક સવાલ પૂછ્યાં. પરંતુ સેમ્યુઅલે એક પણ સવાલનો જવાબ આપ્યો નહીં. 

સુશાંતના નિધન બાદ સેમ્યુઅલ ખુબ આઘાતમાં છે અને આથી તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર સુશાંતની તસવીરો અને વીડિયોઝ શેર કરતો રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news