Sushant Singh Rajput Case: પોલીસ પૂછપરછમાં ભણસાલીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં

મુંબઈ પોલીસે સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ની બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં 3 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ ઝોન 9 ડીસીપી અભિષેક ત્રિમુખેએ પણ સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં તેમની એક કલાક સુધી પૂછપરછ કરી હતી. 

Sushant Singh Rajput Case: પોલીસ પૂછપરછમાં ભણસાલીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં

નવી દિલ્હી: મુંબઈ પોલીસે સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ની બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં 3 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ ઝોન 9 ડીસીપી અભિષેક ત્રિમુખેએ પણ સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં તેમની એક કલાક સુધી પૂછપરછ કરી હતી. 

સંજય લીલા ભણસાલીએ પોલીસને જણાવ્યું કે સુશાંત સિંહ (Sushant Singh Rajput) સાથે વર્ષ 2016 બાદ તેમની ફરીથી વાત થઈ શકી નથી. તેઓ સુશાંત સિંહની વધુ નજીક ન હતાં જેના કારણે તેમને સુશાંત સિંહના ડિપ્રેશન અંગે કોઈ જાણકારી નથી.

Sushant Singh Rajput Case: भंसाली से 3 घंटे तक चली पूछताछ, किए कई अहम खुलासे

જ્યારે પોલીસે પોતાની પૂછપરછમાં સુશાંત સિંહ રાજપૂતને ફિલ્મ 'રામ લીલા' અને 'બાજીરાવ મસ્તાની'માંથી કાઢવા સંબંધે સવાલ પૂછ્યો તો સંજય લીલા ભણસાલીએ જણાવ્યું કે તે સમયે સુશાંત સિંહનું સમગ્ર ધ્યાન યશરાજ ફિલ્મ્સની આવનારી ફિલ્મ 'પાની' પર હતું.  સુશાંત સિંહે એક જ સમયે બે મોટી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી હતી. સંજય લીલા ભણસાલીના જણાવ્યાં મુજબ તેમણે ક્યારેય સુશાંત સિંહને પોતાની ફિલ્મોમાંથી 'ડ્રોપ' કર્યો નહતો. 

અત્રે જણાવવાનું કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈ સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત 6 મહિનાથી ડિપ્રેશનની સારવાર કરાવી રહ્યો હતો. સુશાંતે આત્મહત્યા કેમ કરી તે કારણનો હજુ કોઈ ખુલાસો થયો નથી. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ આ મામલે પૂછપરછ થઈ ગઈ છે. આ બાજુ સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ની અભિનેત્રી સંજનાની પણ પોલીસે આ મામલે પૂછપરછ કરી છે. 

જુઓ LIVE TV

સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ સતત તેને ન્યાય અપાવવાની વાત કરી રહ્યાં છે. સુશાંતના ફેન્સ એ માનવા તૈયાર જ નથી કે તેના જેવો જિંદાદીલ અને ટેલેન્ટેડ અભિનેતા આત્મહત્યા કરી શકે. શેખર સુમન સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં સતત સીબીઆઈ તપાસની માગણી કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news