સ્વરા ભાસ્કરે કહ્યું- સુશાંત સિંહ રાજપૂતના પરિવારની આપણે માફી માગવી જોઈએ કારણ કે...

સ્વરાએ ટ્વીટ કર્યું છે કે તે બધાએ સુશાંતના પરિવારની માફી માગવી જોઈએ અને જે વ્યક્તિને ગુમાવી દીધો છે તેની યાદોને સાચવી રાખવી જોઈએ. 

Updated By: Jul 22, 2020, 01:34 PM IST
સ્વરા ભાસ્કરે કહ્યું- સુશાંત સિંહ રાજપૂતના પરિવારની આપણે માફી માગવી જોઈએ કારણ કે...

નવી દિલ્હીઃ કંગનાએ હાલમાં આપેલું ઈન્ટરવ્યૂ ચર્ચામાં છે. તેણે આ ઈન્ટરવ્યૂમાં તાપસી પન્નૂ અને સ્વરા ભાસ્કરને બી ગ્રેડ અભિનેત્રી ગણાવી હતી. ત્યારબાદ તાપસી-સ્વરા અને કંગનાની ટીમ વચ્ચે ટ્વીટ વોર ચાલી રહી છે. આ વચ્ચે સ્વરાએ ટ્વીટ કર્યું છે કે તે બધાએ સુશાંતના પરિવારની માફી માગવી જોઈએ અને જે વ્યક્તિને ગુમાવી દીધો છે તેની યાદોને સાચવી રાખવી જોઈએ. 

સ્વરાએ કર્યું ટ્વીટ
સ્વરાએ લખ્યું, એક ક્ષણ માટે આત્મવિશ્લેષણ કર્યું. મને લાગે છે કે આપણે સુશાંત સિંહ રાજપૂતના પરિવારની માફી માગવી જોઈએ કારણ કે અમારી ચર્ચામાં તેમણે ઘણીવાર તેમનું નામ વાંચ્યુ હશે. આ અમારા વિશે નથી. સુશાંતની ફિલ્મ રિલીઝ થવાની છે, આપણે એક કાબિલ જિંદગી ગુમાવી દીધી છે તેની યાદોની ઉજવણી કરવી જોઈએ. 

તાપસીએ કર્યું હતું ચર્ચા પૂરી કરવાનું ટ્વીટ
આ પહેલા તાપસી પણ કહી ચુકી છે કે તે આ મામલો પૂરો કરી ચુકી છે. તેણે ટ્વીટ કર્યું હતું... 

તાપસીએ આઉટસાઇડર થવા પર કાઢ્યો હતો ગુસ્સો
તાપસી કંગનાને પણ ફટકાર લગાવી ચુકી છે કે તે સુશાંત સિંહ રાજપૂતના મોતનો ઉપયોગ પર્સનલ બદલા માટે કરી રહી છે. તેમણે કહ્યું હતું, હું ખટાસ લાવવા માગતી નથી. હું મારી પ્રતિશોધ માટે કોઈના મોતનો ફાયદો ઉઠાવવા ઈચ્છતી નથી. જે ઈન્ડસ્ટ્રીએ મને રોટી અને ઓળખ આપી, હું તેની મજાક ન ઉડાવી શકુ. મારો પોતાનો સંઘર્ષ રહ્યો છે, પરંતુ માત્ર તે માટે કે હું તેને ગ્લોરિફાઇ ન કરી શકું કે પોઝિટિવ રીતે ડીલ કરી રહી છું તો મને ઓછી આઉટસાઇડર ન બનાવી દેત. 

ડાયરેક્ટરોની મોટી જાહેરાત, અનુભવ સિન્હા-હંસલ મેહતાનું બોલીવુડમાંથી રાજીનામુ

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube