ખુલાસો! ઘરમાં પૂરાઈ રહેતા લોકોને પણ લાગી શકે કોરોનાનો ચેપ, ખાસ જાણો

કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણને ફેલાવવાને લઈને અલગ અલગ દેશોના વૈજ્ઞાનિકો અલગ અલગ દાવા કરી રહ્યાં છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોના એક સમૂહના કહેવા પર વિશ્વન આરોગ્ય સંગંઠને સ્વીકાર્યું હતું કે વાયરસના હવા દ્વારા ફેલાવવાના પુરાવા મળ્યાં છે. હવે દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ઘરમાં રહેલા સામાનથી અને બહારથી આવતા સામાન દ્વારા પણ કોરોના ફેલાવવાની પૂરેપૂરી આશંકા છે. રિસર્ચમાં કહેવાયું છે કે બહારથી આવતા સામાનને સારી રીતે ડિસઈન્ફેક્ટ કરવો ખુબ જરૂરી છે. 

Updated By: Jul 22, 2020, 01:43 PM IST
ખુલાસો! ઘરમાં પૂરાઈ રહેતા લોકોને પણ લાગી શકે કોરોનાનો ચેપ, ખાસ જાણો
ફાઈલ ફોટો

સિઓલ: કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણને ફેલાવવાને લઈને અલગ અલગ દેશોના વૈજ્ઞાનિકો અલગ અલગ દાવા કરી રહ્યાં છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોના એક સમૂહના કહેવા પર વિશ્વન આરોગ્ય સંગંઠને સ્વીકાર્યું હતું કે વાયરસના હવા દ્વારા ફેલાવવાના પુરાવા મળ્યાં છે. હવે દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ઘરમાં રહેલા સામાનથી અને બહારથી આવતા સામાન દ્વારા પણ કોરોના ફેલાવવાની પૂરેપૂરી આશંકા છે. રિસર્ચમાં કહેવાયું છે કે બહારથી આવતા સામાનને સારી રીતે ડિસઈન્ફેક્ટ કરવો ખુબ જરૂરી છે. 

દક્ષિણ કોરિયાના આ સ્ટડીને યુએસ સેન્ટર્સ ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) S 16 જુલાઈના રોજ પ્રકાશિત કર્યો છે. કોરિયા સેન્ટર્સ ફોર ડિસિસ કંટ્રોલ પ્રિવેન્શન (KCDC)ના ડાઈરેક્ટર જિયોંગ ઈયુન કિયોંગની ટીમે એક રિસર્ચમાં દાવો કર્યો છે. આ રિપોરટ્ 5706 પ્રાથમિક કોરોના દર્દીઓ અને ત્યારબાદ સંક્રમિત થયેલા 59 હજાર લોકો પર આધારિત છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રતિ 100 કોરોના દર્દીઓમાં ફક્ત 2 જ એવા છે જેમને બિન ઘરેલુ સંપર્કના કારણે કોરોના થયો છે. જ્યારે દરેક 10 દર્દીમાંથી 1 દર્દીને કોરોનાનો ચેપ તેમના ઘરના સભ્ય દ્વારા લાગ્યો છે. 

સામાન સાથે આવી રહ્યો છે વાયરસ
આ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે અનેક કેસમાં બહારથી આવતા સામાન દ્વારા સંક્રમણની વાત સામે આવી છે. હેલિમ યુનિવર્સિટી કોલેજના પ્રોફેસર ડો.ચો યંગ જૂને કહ્યું કે 9 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સંક્રમિત થવાની આશંકા ખુબ ઓછી હોય છે. બાળકો મોટાભાગે એસિમ્ટોપમેટિક હોય છે. એટલે કે તેમનામાં કોરોના સંક્રમણના લક્ષણ દેખાતા નથી. આથી તેમનામાં કોરોનાને ઓળખવામાં પ્રાથમિક મુશ્કેલીઓ આવે છે. 

જુઓ LIVE TV

ડો. ચો યંગે ચેતવણી આપી કે કોરોના વાયરસ કોઈ પણ ઉંમરના માણસોને છોડતો નથી. તે દરેકને પોતાનો શિકાર બનાવે છે. ઘરમાં રહીને પણ તમે સુરક્ષિત રહી શકતા નથી. તમારે ઘરમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો ખ્યાલ રાખવો જોઈએ. બચાવના દરેક તરીકા અપનાવવા જોઈએ. આ બાજુ જિયોંગ ઈયુન કિયોંગે કહ્યું કે કિશોર અને વૃદ્ધ ઘરના તમામ સભ્યોની નજીક રહે છે. આથી તેમના સંક્રમિત થવાની આશંકા પણ વધી જાય છે. આવામાં આ બંને સમૂહોનો ખાસ ખ્યાલ રાખવાની જરૂર હોય છે. ઉમર પ્રમાણે પણ કોરોના કોઈને છોડતો નથી. ઘરમાં હાજર ઓછી ઉંમરના કિશોરથી લઈને 60 કે 70 વર્ષના વૃદ્ધને પણ તે પોતાનો શિકાર બનાવી લે છે પરંતુ ઘરમાં રહેતા કિશોર અને વૃદ્ધ સૌથી વધુ સંક્રમિત થાય છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube