દિશાએ આત્મહત્યા પહેલા 45 મિનિટ સુધી કરી હતી ફોન પર વાત, થયો ચોંકાવનારો ખુલાસો
Trending Photos
મુંબઈ: જ્યારથી સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) નું નિધન થયું છે ત્યારથી તેની એક્સ મેનેજર દિશા સાલિયાનની આત્મહત્યાને લઈને પણ અનેક વાતો સામે આવી રહી હતી. પરંતુ હવે દિશાના પિતાએ સુશાંત કેસમાં દિશાનું નામ સામે આવવા પર આપત્તિ વ્યક્ત કરી છે. આ બાજુ દિશાની આત્મહત્યાને લઈને હવે મુંબઈ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ દિશાએ જ્યારે આત્મહત્યા કરી તે સમયે કોવિડનો ડર ફેલાયેલો હતો. 9 જૂનના રોજ બોડી શતાબ્દી હોસ્પિટલમાં આવી. ત્યારબાદ દિશાનો કોવિડ ટેસ્ટ થઓ જેનો રિપોર્ટ 11 જૂને આવ્યો જે નેગેટિવ હતો. ત્યારબાદ જ દિશાના મૃતદેહને ઓટોપ્સી માટે મોકલાયો હતો.
મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ મુંબઈ પોલીસ પાસે 8 જૂનની તે બિલ્ડિંગના તમામ CCTV ફૂટેજ છે. સોસાયટીમાં કોઈ આવ્યું નહતું. જે પણ આવ્યાં હતાં તે એસેન્શિયલ સર્વિસ સંબંધિત હતાં અથવા તો પછી સ્ટાફ હતાં. તમામના સ્ટેટમેન્ટ રેકોર્ડ થઈ ગયા છે. દિશા કોર્નરસ્ટોન નામની એક કંપનીમાં કામ કરતી હતી જેના કારણે તે સુશાંત સિંહના સંપર્કમાં આવી હતી. પરંતુ આ સંપર્ક સંપૂર્ણ રીતે પ્રોફેશનલ ગ્રાઉન્ડસ પર હતો.
મળતી માહિતી મુજબ મૃત્યુની બરાબર પહેલા દિશાએ તેના એક મિત્ર સાથે લગભગ 45 મિનિટ વાત કરી હતી જેમાં દિશાએ પોતાના પ્રોફેશનલ કારણોને શેર કર્યા હતાં. એ પણ જણાવ્યું હતું કે કેટલીક ડીલ્સ કોઈ કારણસર તેનાથી કન્ફર્મ થઈ શકતી નહતી. જો કે હવે આ કેસને 2 મહિના થવા જઈ રહ્યાં છે તો પોલીસે પણ જનતા પાસેથી સહયોગ માંગ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે