વડોદરામાં કોરોના વાયરસના નવા 104 કેસ, એક દર્દીનું મૃત્યુ
વડોદરામાં આજે વધુ 80 દર્દીઓ સાજા થયા છે. આમ કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 4538 દર્દીઓ રિકવર થઈ ગયા છે.
Trending Photos
વડોદરાઃ વડોદરામાં કોરોના વાયરસના નવા 104 કેસ સામે આવ્યા છે. નવા કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 5 હજાર 898 થઈ ગઈ છે. વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા આજે 1046 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો શહેરમાં કોરોનાને કારણે વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે મૃત્યુઆંક 114 પર પહોંચ્યો છે. શહેરમાં આજે વધુ 80 દર્દીઓ સાજા થયા છે. આમ કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 4538 દર્દીઓ રિકવર થઈ ગયા છે.
ડભોઈમાં વધુ આઠ કેસ
વડોદરા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરાના ડભોઈમાં આજે વધુ 8 કેસ સામે આવ્યા છે. જેમાં ડભોઈમાં 2 અને ગ્રામ્ય વિસ્તારમાં 6 કેસ નોંધાયા છે. 6 પુરૂષ અને બે મહિલા કોરોનાના શિકાર બન્યા છે. આ સાથે ડભોઈમાં કુલ સંક્રમિતોની સંખ્યા 275 પર પહોંચી છે.
તો ભરૂચ જિલ્લામાં આજે કોરોનાના વધુ 15 કેસ નોંધાયા છે. ત્યારબાદ કુલ કેસોની સંખ્યા 1137 પર પહોંચી ગઈ છે. ભરૂચમાં 7, અંકલેશ્વરમાં 7 અને આમોદમાં એક કેસ નોંધાયો છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે