અમદાવાદ: મહિલાઓ અને પોલીસ વચ્ચે જાહેરમાં થઇ મારામારી, વીડિયો વાયરલ

 અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં મહિલાઓ અને પોલીસ વચ્ચે જાહેરમાં ઝપાઝપી થઇ હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ અને રસ્તમાં ઉભાલા શાકભાજીની લારી વાળી મહિલાઓ વચ્ચે મારામારી થઇ હતી. અને તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. 

અમદાવાદ: મહિલાઓ અને પોલીસ વચ્ચે જાહેરમાં થઇ મારામારી, વીડિયો વાયરલ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં મહિલાઓ અને પોલીસ વચ્ચે જાહેરમાં ઝપાઝપી થઇ હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ અને રસ્તમાં ઉભાલા શાકભાજીની લારી વાળી મહિલાઓ વચ્ચે મારામારી થઇ હતી. અને તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. 

મહત્વનું છે, કે પોલીસ અને મહિલાઓ વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં એક ગર્ભવતી મહિલા પણ નજરે પડી રહી છે. તેને પોલીસનો ધક્કો વાગતા તે રોડ પર પડી જાય છે. અને અન્ય મહિલાઓ ગુસ્સે ભરાઇને પોલીસ કર્મી સાથે મારામારી કરી રહી છે. જ્યારે અન્ય એક મહિલા પોલીસ વેનમાં બેસેલા એક પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી રહી છે.

PM મોદી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, વિગતવાર માહિતી માટે ખાસ વાંચો અહેવાલ

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયોમાં પોલીસ કર્મી અને લારીવાળાઓ વચ્ચે મારામારી થઇ રહી છે. આ વીડિયો કેટલા દિવસ જૂનો છે. અને કઇ જગ્યાનો છે. તે અંગે કોઇ પણ પ્રકારની પૃષ્ટિ ઝી 24 કલાક નથી કરતું. ત્યારે આ વીડિયો બે દિવસ અગાઉનો પણ હોઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news