અમદાવાદ: બંધના વિરોધમાં કોંગીઓએ AMTS બસની હવા કાઢી, કાર્યકરો અને પોલીસ વચ્ચે ધર્ષણ
અમદાવાદમાં પણ બંધના સમર્થનમાં કોંગી કાર્યકરોએ ઠેર-ઠેર કાર્યક્રમોના ભાગ રૂપે વિરોધ કરવામાં આવી રહ્યા છે.
Trending Photos
અમદાવાદ: કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ભારત બંધના સંમર્થનમાં રાજ્યમાં વહેલી સવારથી વિરોધ પ્રદર્શનો ચાલુ થઇ ગયા હતા. અમદાવાદમાં પણ બંધના સમર્થનમાં કોંગી કાર્યકરોએ ઠેર-ઠેર કાર્યક્રમોના ભાગ રૂપે વિરોધ કરવામાં આવી રહ્યા છે. જ્યારે સૌથી વધીરો દેખાવો દાણીલીમડા ચાર રસ્તા પાસે જોવા મળી રહ્યા છે. કોંગીઓ દ્વારા બી.આર.ટી.એસ બસને રોકીને રસ્તાઓ પર બેસીને વિરોધ અને સરકાર વિરૂદ્ધ સુત્રોચાર કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં ઠેર-ઠેર બસો રોકી ટાયરની હવા કાઠવામાં આવી
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બંધના સમર્થનમાં કોંગી કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ છે. કાર્યકરો દ્વારા એએમટીએસ બસને રોકીને તેના પર ચડીને સુત્રોચાર કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ધર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. દાણીલીમડા ક્રોસ રોડ પર કોંગ્રેસી કાર્યકારોએ માનવ સાંકળ બનાવીને બી.આર.ટી.એમ બસને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને રોડ પર બેસીને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.
ભારત બંધ શું છે અસર? વાંચો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે