સુરતમાં હિટ એન્ડ રન : કારે એક પછી એક 3 બાઈકને અડફેટે લીધી

 સુરતમાં ફરી એક વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરતના મોટાવરાછા-ઉત્તરાણને જોડતા ઓવરબ્રિજ પર મોડી રાત્રે એક કાર ચાલક પૂરપાટ ઝડપે જઇ રહી હતી. દરમિયાન કાર ચાલકે 3 જેટલી બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માત થતા જ ત્રણેય બાઈક પર સવાર 4 લોકો જમીન પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત બાદ ચાલક કાર છોડી ભાગી છૂટ્યો હતો. 

સુરતમાં હિટ એન્ડ રન : કારે એક પછી એક 3 બાઈકને અડફેટે લીધી

ચેતન પટેલ/સુરત : સુરતમાં ફરી એક વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરતના મોટાવરાછા-ઉત્તરાણને જોડતા ઓવરબ્રિજ પર મોડી રાત્રે એક કાર ચાલક પૂરપાટ ઝડપે જઇ રહી હતી. દરમિયાન કાર ચાલકે 3 જેટલી બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માત થતા જ ત્રણેય બાઈક પર સવાર 4 લોકો જમીન પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત બાદ ચાલક કાર છોડી ભાગી છૂટ્યો હતો. 

બીજી તરફ સ્થાનિક લોકોએ ચારેય ઇરજાગ્રસ્તોને 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત એટલો ગોઝારો હતો કે ત્રણેય બાઇકોનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. હાલ કાર નંબરના આધારે અમરોલી પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news