એક સાંધો ત્યાં તેર તુટે: GSEBની શાળા સરકારી ફોર્મ્યુલા સાથે સંમત, અન્ય શાળાઓનો વિરોધ
Trending Photos
અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી શાળાઓની ફી અંગેની મડાગાંઠના કારણે સરકાર, વાલીમંડળ, શાળાસંચાલક મંડળ અને હાઇકોર્ટ વચ્ચે ચલચલાણું ચાલી રહ્યું હતું. જો કે હાઇકોર્ટે સરકારને આદેશ આપતા હવે સરકાર અને શાળાસંચાલક મંડળ વચ્ચે બેઠકનું આયોજન થયું હતું. સરકાર દ્વારા વાલીમંડળ અને શાળાસંચાલક મંડળ બંન્ને સચવાય જાય તે પ્રકારનો કોઇ રસ્તો શોધી રહી છે. જો કે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 25 ટકા ફી માફી અંગે શાળા સંચાલકો સંમત થયા છે.
25 ટકા માફી માટે સંમતી પણ ક્યાં સુધી તે મુદ્દે મડાગાંઠ
ગુજરાત બોર્ડ સાથે જોડાયેલી મોટાભાગની શાળાઓના સંચાલકો મુખ્યમંત્રીના નિર્ણય સાથે સંમત થયા છે. જો કે ફી માફી શાળાઓ બંધ રહે ત્યાં સુધી જ આપવી કે ત્યાર બાદ પણ ચાલુ રાખવી તે મુદ્દો બેઠકમાં અનિર્ણિત રહ્યો છે. જો કે સરકારનો પક્ષ એવો હતો કે, એક તબક્કે શાળા ચાલુ થયા પછી પણ આ માફી યથાવત્ત રાખવી જોઇએ.
વાલી મંડળ નો એજ્યુકેશન નો ફીના મુડમાં
બીજી તરફ શુક્રવારે 12 વાગ્યાની આસપાસ શિક્ષણમંત્રી સાથે ચાર સભ્યોની મીટિંગ યોજાશે. જેમાં વાલીમંડળ શું ઇચ્છે છે તે અંગે નિર્ણય લેવામાં આવશે. ઓલ ગુજરાત વાલી મંડળની માંગણી છે કે, સરકાર 100 ટકા ફી માફી કરાવે. કારણ કે બાળકોને ભણાવવામાં જ નથી આવ્યા. જેના કારણે કોઇ ચુકવણી કરવાનો સવાલ જ પેદા નથી થતો.
CBSE અને અન્ય બોર્ડની શાળાઓ સરકારની સાથે સંમત નહી
ગુજરાત બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓ 25 ટકા ફી માફી અંગે સંમત થઇ ચુકી છે. જો કે સીબીએસઇ અને અન્ય બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓ કોઇ પણ રીતે માનવા માટે તૈયાર નથી. સરકારની ફી માફીની જાહેરાત બાદ તે ફરી કોર્ટમાં જઇ શકે છે. શાળા સંચાલકોનું માનવું છે કે, આ નિર્ણયના કારણે તેમને ખુબ જ મોટુ નુકસાન થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે