વિધાનસભાની વાતઃ પંચમહાલ જિલ્લાની કાલોલ બેઠક પર છે રસાકસીનો જંગ, કુલ 2,33, 692 છે મતદારો

કાલોલ બેઠક પર કુલ 2,33, 692 મતદારો છે જેમાં પુરુષ ઉમેદવારો 120398, જ્યારે મહિલા ઉમેદવારોની સંખ્યા 112300 છે. જાતિવાદી સમીકરણની રીતે જોઈએ તો અહીં બક્ષીપંચ 58%, એસ.સી 7%, પટેલ 5.5%, એસ.ટી 18%, વણિક 3.30%, રાજપૂત 2.8% અને અન્ય જ્ઞાતિ 0.6%નો સમાવેશ થાય છે.

વિધાનસભાની વાતઃ પંચમહાલ જિલ્લાની કાલોલ બેઠક પર છે રસાકસીનો જંગ, કુલ 2,33, 692 છે મતદારો

પંચમહાલ જિલ્લાની કાલોલ વિધાનસભા બેઠક આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે પરંતુ હંમેશા રાજકારણીય ગરમાનવો રહે છે. આ બેઠક પર 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચૌહાણ સુમનબહેન પ્રવિણસિંહ જીત્યા હતા. આ મત વિસ્તારમાં કાલોલ અને ઘોઘંબા તાલુકાના ગામડાઓનો સમાવશે થાય છે.

વર્ષ વિજેતા ઉમેદવારનું નામ પક્ષ
2017 સુમનબેન ચૌહાણ ભાજપ
2012 અર્વિંદસિંહ દામસિંહ રાઠોડ ભાજપ
2007 અર્વિંદસિંહ દામસિંહ રાઠોડ ભાજપ
2002 ચૌહાણ પ્રભાતસિંહ પ્રતાપસિંહ ભાજપ
1998 ચૌહાણ પ્રભાતસિંહ પ્રતાપસિંહ ભાજપ
1995 ચૌહાણ પ્રભાતસિંહ પ્રતાપસિંહ ભાજપ
1990 ચોહાણ ગબાભાઈ સોમાભાઈ આઇએનડી
1985 ચૌહાણ પ્રભાતસિંહ પ્રતાપસિંહ આઇએનસી
1980 ચૌહાણ પ્રભાતસિંહ પ્રતાપસિંહ આઇએનસી (આઇ)
1975 ગાંધી માણેકલાલ મગનલાલ એનસીઓ
1972 ગાંધી માણેકલાલ મગનલાલ એનસીઓ
1967 વી.બી.ચૌહાણ એસડબલ્યૂએ
1962 વિજયસિંહજી ભરતસિંહજી ચૌહાણ એસડબલ્યૂએ

કાલોલ બેઠકના મતદારો
કાલોલ બેઠક પર કુલ 2,33, 692 મતદારો છે જેમાં પુરુષ ઉમેદવારો 120398, જ્યારે મહિલા ઉમેદવારોની સંખ્યા 112300 છે. જાતિવાદી સમીકરણની રીતે જોઈએ તો અહીં બક્ષીપંચ 58%, એસ.સી 7%, પટેલ 5.5%, એસ.ટી 18%, વણિક 3.30%, રાજપૂત 2.8% અને અન્ય જ્ઞાતિ 0.6%નો સમાવેશ થાય છે.

બેઠક અંગેની માહિતી
આ બેઠક પર 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચૌહાણ સુમનબહેન પ્રવિણસિંહે કોંગ્રેસના પરમાર પ્રદ્યુમનસિંહ વિજયસિંહને 49277 મતથી હરાવીને વિજયી થયા હતા. એ પહેલાં 2007 અને 2012માં ભાજપના રાઠોડ અરવિંદસિંહ સતત બે ટર્મ કાલોલ બેઠકના ધારાસભ્ય રહ્યા હતા. તેમના પહેલાં કાલોલ બેઠક પર પ્રભાતસિંહ ચૌહાણ, જે ગુજરાત સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે, તે સતત ત્રણ ટર્મ ભાજપ તફથી કાલોલ બેઠક પર વિજયી થયા હતા.

પ્રભાતસિંહ ચૌહાણ 2009 અને 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી જીતીને 15મી અને 16મી લોકસભામાં રાજ્યમંત્રી રહ્યા હતા. તેમને શિક્ષણ અને ગ્રામવિકાસના કાર્યોમાં મહત્વનું યોગદાન આપ્યું છે. હાલના ભાજપના ધારાસભ્ય સુમનબેન તેમના પુત્રવધુ છે, પરંતુ 2017ની ચૂંટણીઓમાં કાલોલ વિધાનસભા બેઠક પરથી જયારે અરવિંદસિંહ રાઠોડની જગ્યાએ ભાજપે સુમનબેન ચૌહાણને ટિકિટ ફાળવી ત્યારે તેઓ નારાજ થયા હતા. તેમની પત્નીના સ્થાને પુત્રવધુને ટિકિટ ફાળવવામાં આવતા તેઓ રોષે ભરાયા હતા અને પક્ષને ચેતવણી આપી હતી કે લોકલ ઉમેદવાર અરવિંદસિંહના સ્થાને સુમનબેનને ટિકિટ ફાળવવામાં આવશે તો કાલોલમાં ભાજપની જીત થઇ શકશે નહીં. જોકે, તેમની ચેતવણી બાદ પણ સુમન બેને મોટા માર્જિન સાથે જીત મેળવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news