Rain: શિયાળા-ઉનાળાની આગાહીઓ વચ્ચે ગુજરાતના આ જિલ્લામાં બેઠું ચોમાસું! તૂટી પડ્યો વરસાદ

Gujarat Rain: એક તરફ ઠંડી તો બીજી તરફ ગરમીની આગાહીઓ થઈ રહી છે. શિયાળા અને ઉનાળાની આગાહીઓ વચ્ચે ગુજરાતના આ જિલ્લામાં બેઠું ચોમાસું! વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ખેડૂતો ચિંતાતૂર...બીજી તરફ ખેદાનમેદાન થઈ ગયા ખેતરો...જાણો વિગતવાર....

Rain: શિયાળા-ઉનાળાની આગાહીઓ વચ્ચે ગુજરાતના આ જિલ્લામાં બેઠું ચોમાસું! તૂટી પડ્યો વરસાદ

Gujarat Weather Updates: ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે. અચાનક ધોળું દેખાતું આકાશા કાળુ પડી રહ્યું છે. વાદળો ઘેરાઈ રહ્યાં છે. એટલું જ નહીં શિયાળા-ઉનાળાની આગાહીઓ, ઠંડી-ગરમીની અસર વચ્ચે ગુજરાતના એક જિલ્લામાં ફરી ચોમાસું બેઠું હોય એવા ઘાટ જોવા મળ્યાં. વહેલી સવારે જ રીતસર ગાજવીજ અને ધડાકા ધડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. જેણે પળવારમાં તો ખેતરોને ખેદાનમેદાન કરી દીધાં. 

આગામી દિવસોમાં ફરી એકવાર ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આગામી પ્રમાણે આગામી 21થી 25 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો જોવા મળશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા  દેશના અનેક રાજ્યો માટે સામાન્યથી ભારે વરસાદ અને બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપ્યું છે.  ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા તાપમાન નીચું જવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનું જોર વધશે. ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. આ સાથે પવનની ગતિ પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

સુરજદાદાને વાદળોએ ઘેરી લીધાંઃ
અહીં વાત થઈ રહી છે ગુજરાતની સરહદે આવેલાં બનાસકાંઠા જિલ્લાની. આજે વહેલી સવારે બનાસકાંઠામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સુરજદાદા હજુ તો નીકળ્યા જ હતા ને ત્યાં વાદળોએ એમને ઘેરી લીધાં. બનાસકાંઠામાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લામાં ખેતરો ખેદાનમેદાન થઈ ગયાં. ખાસ કરીને એરંડા, જીરું, બટાકાના પાકને મોટા નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લાના વહેલી સવારથી ઠેક ઠેકાણે વરસાદી ઝાંપટા શરૂ થયા છે, જિલ્લાના ધાનેરા અને થરાદ વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. 

બનાસકાંઠામાં ક્યાં ખાબક્યો વરસાદ?
જિલ્લાના ધાનેરા અને થરાદ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ થરાદમાં ભારે પવન અને ગાજવીજ વરસાદ વરસ્યો હતો. ધાનેરાના બાપલા, વાંછોલ, કુંડી વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. પાક લેવાની તૈયારી સમયના વરસાદથી નુકસાન થવાની પુરેપુરી શક્યતાઓ છે. કાપણી કરાયેલો રાયડો પલળતા નુકસાન પહોંચ્યુ છે, જિલ્લામાં એરંડા, બટાકા, જીરું સહિતના પાકને નુકસાન પહોંચ્યુ છે. 

ગુજરાતના આ જિલ્લાઓ ચિંતાતૂરઃ
આજે બનાસકાંઠા જિલ્લા ઉપરાંત દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. દાહોદ શહેર અને ગ્રામ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ લઈને ખેડૂતોમાં ચિંતા પેઠી છે. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યુ હતુ, વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતા છે. અહીં પણ જો કમોસમી વરસાદ થાય તો નુકસાનની શક્યતા વધુ છે.

ગુજરાતમાં ફરી પડશે કાતિલ ઠંડીઃ
વહેલી સવારે અચાનક ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા ફરી એકવાર ઉનાળાની આગાહીઓ સાઈડમાં થઈ ગઈ છે અને ફરી કડકડતી ઠંડીની આગાહીઓ કરવામાં આવી રહી છે. આગાહીકારોની આગાહી પણ અહીં ખોટી ઠરી રહી છે. આ સ્થિતિને જોતા ફરી એકવાર ગુજરાતનાં કાતિલ ઠંડીના રાઉન્ડની આશંકા સેવાઈ રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news