ગુજરાતી ફિલ્મ સંગીતના માણીગર મહેશ કનોડિયાની ચીર વિદાય, એક ઐતિહાસિક યુગનો અંત

ગુજરાતી ફિલ્મ જગતનો વધુ એક સિતારો ખર્યો છે. ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત ગાયક અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયા (Mahesh Kanodia) નું દુખદ નિધન થયું છે. તેઓ ગુજરાતી પ્રખ્યાત અભિનેતા નરેશ કનોડિયાના ભાઈ હતા. લાંબી માંદગી બાદ ગાંધીનગરના તેમના નિવાસસ્થાને તેઓએ 83 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ અનેક ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપી ચૂક્યા છે. ફિલ્મોમાંથી નિવૃત્તિ બાદ મહેશ કનોડિયા રાજકારણમાં સક્રિય થયા હતા. પાટણની બેઠક પરથી ભાજપ તરફથી ત્રણ વાર ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા. 
ગુજરાતી ફિલ્મ સંગીતના માણીગર મહેશ કનોડિયાની ચીર વિદાય, એક ઐતિહાસિક યુગનો અંત

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતી ફિલ્મ જગતનો વધુ એક સિતારો ખર્યો છે. ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત ગાયક અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયા (Mahesh Kanodia) નું દુખદ નિધન થયું છે. તેઓ ગુજરાતી પ્રખ્યાત અભિનેતા નરેશ કનોડિયાના ભાઈ હતા. લાંબી માંદગી બાદ ગાંધીનગરના તેમના નિવાસસ્થાને તેઓએ 83 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ અનેક ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપી ચૂક્યા છે. ફિલ્મોમાંથી નિવૃત્તિ બાદ મહેશ કનોડિયા રાજકારણમાં સક્રિય થયા હતા. પાટણની બેઠક પરથી ભાજપ તરફથી ત્રણ વાર ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા. 

લતા મંગેશકર પણ મહેશ કનોડિયાના અવાજના ફેન હતા
મહેશ કનોડિયાએ પોતાની કરિયરમાં અનેક ગુજરાતી ફિલ્મોમાં ગાયક તરીકે કામ કર્યું છે. તેઓ 3 ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. તેઓ 26 વિવિધ પ્રકારના અવાજમાં ગાઈ શક્તા હતા. તેમના અવાજનો જાદુ લશા મંગેશકર પર પણ છવાયો હતો. મહેશ કનોડિયાએ એકવાર લતા મંગેશકરના અવાજમાં ગીત ગાયુ હતું. ત્યારે લતા મંગેશકર તેમનો અવાજ સાંભળી એટલા પ્રભાવિત થયા હતા કે, પોતાના જન્મદિવસે મહેશ કનોડિયાને જમવા બોલાવ્યા હતા. 

અરેરાટી થાય તેવો બનાવ, દાહોદમાં રીક્ષા નદીમાં ખાબકતા 3 બાળકોના મોત, એક હતું તાજુ જન્મેલુ બાળક

સંઘર્ષ કરીને આગળ આવ્યા હતા મહેશ કનોડિયા
મહેશ કનોડિયા કારમો સંઘર્ષ કરીને આગળ આવ્યા હતા. તેઓ મહેશ કુમાર એન્ડ પાર્ટી નામે મ્યૂઝિકલ પ્રોગ્રામ કરતા હતા. જેમાં તેઓ નાના પ્રોગ્રામ આપતા હતા. ગામેગામ પ્રોગ્રામ આપવાના શરૂ કર્યાં. તેઓ સ્ત્રીઓના અવાજમાં પણ ગાતા હતા. તેમની આ આવડત પોપ્યુલર બની ગઈ. જેથી તેમના પ્રોગ્રામ સફળ થવા લાગ્યા. 80ના દાયકોમાં ગુજરાતી ફિલ્મોમાં તેઓએ સંગીત આપવાનું શરૂ કર્યું હતું. તેમની વણઝારી વાવ, તમે રે ચંપો અને અમે કેળ, મેરુ માલણ, જોગસંજોગ, સાહ્યબો મારો ગુલાબનો છોડ જેવી પ્રખ્યાત ગુજરાતી ફિલ્મોમાં તેઓએ સંગીત આપ્યું છે. . 

‘ઓઢણી ઓઢું...’ ગીતમાં મહિલાનો અવાજ મહેશ કનોડિયાનો... 
પહેલા લોકગીત આધારિત સંગીત હતું, તેને વધુ આધુનિક બનાવવામાં મહેશ કનોડિયાનો મોટો ફાળો છે. ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય...’ ગીતમાં તેમનું સંગીત છે. આ ગીતમાં જે મહિલાનો અવાજ છે તે મહેશ કનોડિયાનો પોતાનો છે, જ્યારે મેલ વોઈસ પ્રફુલ દવેનો છે. 

ભાઈ નરેશ કનોડિયાની મોતની અફવા ઉડી હતી
ભાઈ નરેશ કનોડિયાને પણ ગુજરાતી ફિલ્મોમાં લાવવા પાછળ મહેશ કનોડિયાનો મોટો રોલ છે. તાજેતરમાં જ તેમના ભાઈ અને ગુજરાતી ફિલ્મના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાને કોરોના થયા બાદ તેમના મોતની અફવા ઉઠી હતી. જેના બાદ તેમના દીકરા હિતુ કનોડિયાએ નરેશ કનોડિયા સાજા હોવાનો ખુલાસો કર્યો હતો. જોકે, નરેશ કનોડિયાની તબિયત પણ નાજુક છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news