અરેરાટી થાય તેવો બનાવ, દાહોદમાં રીક્ષા નદીમાં ખાબકતા 3 બાળકોના મોત, એક હતું તાજુ જન્મેલુ બાળક

અરેરાટી થાય તેવો બનાવ, દાહોદમાં રીક્ષા નદીમાં ખાબકતા 3 બાળકોના મોત, એક હતું તાજુ જન્મેલુ બાળક
  • સૂકી તલાવડી નામના નદીના કોતર પાસે રીક્ષાચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
  • પાણીમાં ડૂબી જવાથી ત્રણેય માસુમ બાળકોના મોત નિપજ્યા છે. જેમાં એક તાજુ જન્મેલુ બાળક હતું

હરીન ચાલીહા/દાહોદ :દાહોદ જિલ્લામાં સાંભળીને પગ નીચેથી જમીન સરકી જાય અને અરેરાટી થઈ જાય તેવો બનાવ બન્યો છે. એક રીક્ષા તળાવના કોતરડામાં ખાબકી હતી. જેમાં રીક્ષામાં સવાર 3 માસુમ બાળકોના નદીના કોતરમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ ઘટના બાદ તળાવની પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તો એકસાથે ત્રણ માસુમોના મોતથી પરિવાર આક્રંદ કરી મૂકયો હતો. જેમાં એક તો તાજુ જન્મેલુ બાળક હતું, જે હોસ્પિટલમાંથી માતા સાથે ઘરે જઈ રહ્યું હતું.

પ્રસૂતિવાળી મહિલાને ઘર લઈ જઈ રહ્યા હતા
બન્યું એમ હતું કે, ડોકી ગામની એક મહિલાને પ્રસૂતિ થઈ હતી. આ મહિલા અને તેના તાજા જન્મેલા બાળકને ઘર લઈ જવામાં આવી રહ્યા હતા. પરિવારની બે મહિલાઓ મહિલાને રીક્ષામાં બેસાડીને ઘરે લઈ જઈ રહી હતી. રીક્ષામાં બે બાળકો પણ સવાર હતા. ત્યારે ગામ પાસે જ સૂકી તલાવડી નામના નદીના કોતર પાસે રીક્ષાચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારે આખી રીક્ષા નદીના કોતરમાં ખાબકી હતી. કોતરમાં પાણી હોવાથી રીક્ષામાં સવાર ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો તેમાં ડૂબી ગયા હતા.

તાજા જન્મેલા બાળકનું પણ મોત 
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ત્રણેય મહિલાઓ અને ત્રણેય બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ પાણીમાં ડૂબી જવાથી ત્રણેય માસુમ બાળકોના મોત નિપજ્યા છે. જેમાં એક તાજુ જન્મેલુ બાળક હતું. તો બીજા બે બાળકોના પણ મોત નિપજ્યા છે. બંને બાળકોની ઉંમર 12 થી 14 વર્ષની ઉંમરના છે. 

dahod_accident_zee2.jpg

ઘટના બાદ તાત્કિલાક ફાયર વિભાગની ટીમ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે બાળકોના મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરવાની વિધિ કરાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news