ઉત્તરાખંડમાં ગુજરાતીઓને અકસ્માત નડ્યો: આ 7 લોકોના મોત અને 28 ઘાયલ, જાણો સમગ્ર યાદી
Gangotri Bus Accident: ઉત્તરાખંડનાં ગંગોત્રી હાઈવે પર ગુજરાતીઓને અકસ્માત નડ્યો છે. બસ ખીણમાં ખાબકતા 7 નાં મોત, તેમજ 27 મુસાફરો ઈજાગ્રસ્ત છે. તેમજ તમામ મૃતકો ભાવનગર જીલ્લાનાં રહેવાસી છે. તેમજ બસમાં 3 લોકો સુરતનાં અને 31 લોકો ભાવનગરનાં હતા.
Trending Photos
Gangotri Bus Accident: ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઇવે પર ગુજરાતી યાત્રિકો ભરેલી બસને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. ભાવનગર અને સુરતના યાત્રાળુઓ ભરેલી ખાનગી ટ્રાવેલ્સની બસ ખીણમાં ખાબકી છે. આ દુર્ઘટનામાં કુલ 7 મુસાફરોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે 28 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તમામ મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફ અને એનડીઆરએફ સહિતની તમામ ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે.
પ્રાથમિક માહિતી અનુસાર, બસમાં સુરતના ત્રણ યાત્રી, ભાવનગરના 8 યાત્રી, તળાજા-ત્રાપજ-કઠવાના 16 યાત્રી અને મહુવાના 2 યાત્રી સવાર હતા. ખીણમાં ખાબકેલી બસ ભાવનગરમાં આવેલી શ્રી હોલિડે ટ્રાવેલ્સની બસ હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં બસમાં કુલ 35 જેટલા મુસાફરો હતા. તેમાંથી કુલ 7 મુસાફરોના મોત નીપજ્યા છે. જ્યારે 28 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉત્તરાખંડ બસ દુર્ઘટનામાં 7 મૃતકોનાં નામ
- ગણપત રાય મહેતા 61
- દક્ષાબેન મહેતા 57
- મીનાબેન ઉપાધ્યાય 51
- રાજેશ મેર 40
- ગીગાભાઈ ભામર 40
- અનિરુદ્ધ જોશી 35
- કરણજીત ભાટી 29
ભાવનગરના 31 યાત્રીમાંથી 9 મહિલા અને 23 પુરુષ
- ટ્રાવેલર્સના મેનેજર અશ્વિન જાની થયા ઘાયલ
- ડ્રાઈવર મુકેશ ફૂલચંદ, ક્લીનર સંજુ રમેશ ઘાયલ
- કેતન રાજ્યગુરુ, દિપ્તીબેન રાજ્યગુરુ ઘાયલ
- ઘનશ્યામ જોશી, હરેન્દ્ર ઝાલા, હેતલ રાજ્યગુરુ ધાયલ
- જયદીપ મુન્નાભાઈ, જિતેન્દ્રકુમાર ગોહિલ ઘાયલ
- દેવકુરબેન કેવડિયા, મિરલબેન, સુરેશભાઈ ઘાયલ
- મનીષ પઢેરિયા, નયના પઢેરિયા, વિવેક પઢેરિયા ઘાયલ
- અશોકસિંહ ગોહિલ, ગોડાભાઈ, દિપ્તી ત્રિવેદી ઘાયલ
- વિજય રાઠોડ, નીરજ દવે, જતીન ભાટી, ગીરુભા રાઠોડ ઘાયલ
- બ્રિજરાજસિંહ ગોહિલ, રેખાબેન, કમલેશ ઉપાધ્યાય ઘાય
- સંજય મકવાણા, ભરત પ્રજાપતિ ઘાયલ
ભાદરવી પૂનમના મેળાને લઈ મહત્વપૂર્ણ જાહેરાત: મા અંબાના માઈભક્તોની મળશે આ સુવિધા
હેલ્પલાઇન નંબર જાહેર
ગુજરાત સરકારે પણ હેલ્પલાઇન નંબર 079 23251900 જાહેર કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી છે.
નોંધનીય છે કે, ઉત્તરાખંડમાં રવિવારે પ્રવાસી બસ ખીણમાં પડી જવાથી સર્જાયેલી દુઘર્ટનામાં ગુજરાતના જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્ત થયા છે. તેમની વિગતો અને જાણકારી માટે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનરના સતત સંપર્કમાં છે. રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે.
ઉત્તરાખંડ રાજ્યના એસ. ડી આર એફની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે.
ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
યાત્રિકોના નામ
1. કેતન રાજ્યગુરુ (ઉ.વ. 59)
2. દિપીકા રાજ્યગુરુ (ઉ.વ. 58)
3. રેખા સેખાડિયા (ઉ.વ. 52)
4. મેરલ કેવડિયા (ઉ.વ. 24)
5. સુરેખા કેવડિયા (ઉ.વ. 55)
6. કમલેસ ઉપાધ્યાય (ઉ.વ. 52)
7. મીના ઉપાધ્યાય (ઉ.વ. 51)
8. હેતલ રાજ્યગુરુ (ઉ.વ. 44)
9. દિપ્તિ ત્રિવેદી (ઉ.વ. 39)
10. મનિષ પડધરિયા (ઉ.વ. 51)
11. નયના પડધરિયા (ઉ.વ. 49)
12. વિવેક પડધરિયા (ઉ.વ. 24)
12. ગણપતરાય મહેતા (ઉ.વ. 61)
13. દક્ષા મહેતા (ઉ.વ. 57)
14. રાજેશ મેર (ઉ.વ. 40)
15. અશોકસિંહ ગોહિલ (ઉ.વ. 43)
16. બ્રિરાજસિંહ ગોહિલ (ઉ.વ. 41)
17. ભરત પ્રજાપતિ (ઉ.વ. 38)
18. સંજય મકવાણા (ઉ.વ. 35)
19. ગિરુભા રાઠોડ (ઉ.વ. 39)
20. હિતેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ. 40)
21. હરેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ. 40)
22. ઘનશ્યામ જોશી (ઉ.વ. 54)
23. અનિરુદ્ધ જોશી (ઉ.વ. 35)
24. ગીગાભાઈ ભમ્મર (ઉ.વ.40)
25. નીરજ દવે (ઉ.વ. 30)
26. જિતેન્દ્રકુમાર ગોહિલ (ઉ.વ. 31)
27. ગોડાભાઈ કામલિયા (ઉ.વ. 45)
28. વિજય રાઠોડ (ઉ.વ. 26)
29. કરણજિત ભાટી (ઉ.વ. 29)
30. જતિન ભાટી (ઉ.વ. 20)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે