કચ્છ: આધેડના પૃષ્ઠભાગે ડંડો ઘૂસાડી હેવાનિયત આચરાતી VIDEO ક્લિપ વાયરલ થતા ચકચાર મચી
નલિયા નજીક જખૌના 50 વર્ષના આધેડના પૃષ્ઠભાગે ડંડો ઘૂસાડી જૂલમ આચરાતી ક્લિપ વાયરલ થતા ચકચાર મચી છે. આ ચોંકાવનારી ઘટના અને તેની પાછળ રહેલાં ભેદભરમો હવે બે મહિના બાદ બહાર આવતા લોકોમાં અરેરાટી વ્યાપી છે. આધેડ પર ચાર શખ્સોએ હિચકારો હુમલો કરીને જઘન્ય કૃત્ય આચરી ક્લિપ વાયરલ કરી હતી. આવી ગંભીર ઘટનામાં નલિયા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થયા છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: નલિયા નજીક જખૌના 50 વર્ષના આધેડના પૃષ્ઠભાગે ડંડો ઘૂસાડી જૂલમ આચરાતી ક્લિપ વાયરલ થતા ચકચાર મચી છે. આ ચોંકાવનારી ઘટના અને તેની પાછળ રહેલાં ભેદભરમો હવે બે મહિના બાદ બહાર આવતા લોકોમાં અરેરાટી વ્યાપી છે. આધેડ પર ચાર શખ્સોએ હિચકારો હુમલો કરીને જઘન્ય કૃત્ય આચરી ક્લિપ વાયરલ કરી હતી. આવી ગંભીર ઘટનામાં નલિયા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થયા છે.
એ ગરીબ પ્રૌઢ પર ભયાનક હેવાનિયત આચરવામાં આવી
બનાવની વિગત એવી છે કે, 15મી એપ્રિલના રોજ જખૌમાં રહેતો એક ગરીબ દેવીપૂજક આધેડ દવા લેવા નલિયા આવ્યો હતો. લૉકડાઉનના લીધે વાહનો બંધ હોઈ સાંજે ચાર વાગ્યે તે નલિયાના બાંભડાઈ ફળિયાવાળા રસ્તે પગપાળા જખૌ પરત જવા નીકળ્યો હતો. ત્યારે, સીમાડે ચાર યુવકોએ તેને આંતર્યો હતો. આ યુવાનોએ આધેડને અટકાવી માર મારી તેને જમીન પર ઊંધો સૂવડાવી ગુદાભાગની અંદર બળપૂર્વક જાડો ડંડો ઘૂસાડી દઈ ભયાનક શારીરિક યાતના આપી હતી. એટલું જ નહીં તે ઘટનાનું મોબાઈલમાં વિડિયો રેકોર્ડિંગ કરી તેની ક્લિપ બીજા લોકોને મોકલી પિશાચી આનંદ લૂંટ્યો હતો.
જુઓ LIVE TV
ફરિયાદમાં IT Actની કલમ 66-E ઉમેરાઈ જ નથી
આ ઘટના અંગે 17મીના રોજ દાખલ થયેલી એક ફરિયાદ મુજબ ચાર નરાધમોએ નિર્દોષ આધેડ પર ગુજારેલાં જૂલમની બે મિનિટની વીડિયો કલીપ મોબાઈલની મદદથી બનાવી અને તેને વાયરલ કરેલી. આમ છતાં ફરિયાદમાં IT Actની કલમ 66-E ધરાર દાખલ કરાઈ નથી. ફરિયાદમાં IT Actની કલમ 66 Eનો ઉમેરો અને પીઆઈને તપાસ સોંપવા SP ને ASIની લેખિત રજુઆત કરાઈ છે. પશ્ચિમ કચ્છ એસપીને લેખીત રજૂઆત કરનાર ASIની બાર દિવસમાં ભુજ બદલી થઇ જતા ભીનું સંકેલવાની ભીતિ સેવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે