PM મોદીએ આવાસ યોજનાના નામે મોદીએ બહેનો-માતાઓને આપી ઘરરૂપી ભેટ, જાણો પીએમનો કાર્યક્રમ
રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અતર્ગત રૂ. 1727 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 1,15,551 આવાસોના વિવિધ જિલ્લાના લાભાર્થીઓને વલસાડ જિલ્લાના જુજવા ખાતેથી સામૂહિક ઈ-ગૃહ પ્રવેશ કરાવશે.
Trending Photos
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના ગૃહરાજ્ય ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી ગયા છે. પીએમ મોદીનું સુરત એરપોર્ટ પર આગમન થયું હતું. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. સુરત શહેર પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાલાએ નરેંદ્ર મોદીને કાપડની થેલી બતાવી હતી. સુરતમાં પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ આ મુહિમને વખાણી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટ પર સાસંદ દર્શનાબહેન જરદોશ, અને મેયર જગદીશ પટેલ પણ હાજર રહ્યા હતા. સ્વાગત બાદ પીએમ મોદી સુરતથી હેલિકોપ્ટર દ્વારા વલસાડ જવા રવાના થઇ ગયા હતા.પીએમ મોદીનું વલસાડના જૂજવા ગામે પહોંચી ગયા હતા. પીએમ મોદીએ સભાસ્થળે પહોંચી ગયા છે જ્યાં તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
Gujarat is delighted to warmly welcome Shri @narendramodi ji - the Prime Minister of India & the pride of Gujarat. pic.twitter.com/yM6ftFSgCF
— Vijay Rupani (@vijayrupanibjp) August 23, 2018
પીએમ મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે હળવા મૂડમાં વાત કરી હતી. પાવી જેતપુરના લાભાર્થીઓ સાથે સંવાદ કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે હું પાવી જેતપુરમાં રહેતો હતો. મને પાવી જેતપુરના લોકોએ ધોડેસવારી શિખવાડી છે. પાવીજેતપુરમાં ડો. મહેંદ્રભાઇ વિમાવાલાને પણ યાદ કર્યા હતા.
પીએમ મોદીએ ઇડરના લાભાર્થીઓ સાથે વાત કરતાં પુંસરી ગામને યાદ કર્યું હતું અને જણાવ્યું હતું તમારા ગામથી 20 કિમીના અંતરે આવેલું પુંસરી ગામ દેશમાં પ્રથમ સ્થાને આવ્યું છે. તમે પણ તમારા ગામને પુંસરી જેવું બનાવવા માંગો છો.
પીએમ મોદીએ લાભાર્થીઓને ઝીણવટપૂર્વક મકાનને લઇને પૂછપરછ કરી હતી. દરેક જિલ્લાના લાભાર્થી અચૂક પૂછવાનું ભૂલ્યા ન હતા કે કેટલા મકાન બન્યા છે. મકાન માટે કોઇને પૈસા આપ્યા નથી ને. પીએમ નરેંદ્ર મોદીએ બાળકોના અભ્યાસ, રોજગારી અને પ્રાથમિક સુવિધાઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી.
પીએમ નરેંદ્ર મોદીએ વિવિધ કેટેગરીના લાભાર્થી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા. ત્યાર ત્રણ પુસ્તકોનું વિમોચન કર્યું હતું.
પીએમ મોદીનું સંબોધન શરૂ
બે-ત્રણ દિવસ બાદ રક્ષાબંધનનો છે ત્યારે આ બહેનો આ મોટી રાખડી લઇને આવી છે તેમનો આભાર માનું છું. રક્ષા માટે તમે બહેનો અને માતાએ જે આર્શિવાદ આપ્યા છે તેમનો આભાર માનું છું. રક્ષાબંધન પ્રસંગે દેશની બહેનોને પોતાના નામે ઘરનું ઘર મળે તેનાથી મોટી કોઈ ભેટ ના હોઈ શકે... હું આજે ખુશીની લાગણી અનુભવી રહ્યો છું કે આપણા ગુજરાતની બહેનોને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત પોતાનું ઘર મળ્યું છે. જ્યારે પોતાનું ઘર હોય છે ત્યારે સપના પણ આપણા બની જાય છે. આ સપના પુરા કરવા માટે અબાલવૃદ્ધ પરિશ્રમ કરે છે અને જીંદગી બદલાવવાનું શરૂ થઇ જાય છે. તમને રક્ષાબંધના પર્વે આ ઘરરૂપી ભેટ આપી હું સંતોષ અનુભવું છું.
પાણીની સમસ્યા જો સૌથી વધુ સહન કરવી પડે છે તો તે બહેનો અને માતાઓએ કરવી પડે છે. પીવાનું ચોખ્ખુ પાણી હોવાના લીધે જીંદગી બિમારીનું ઘર બની જાય છે. પીવાનું શુદ્ધ જળ અનેક બિમારીઓથી બચાવે છે.
નરેંદ્ર મોદીએ કહ્યું હતું કે આપણી સંવેદનશીલ સરકાર એક ગામ અને તેના આશરે ૨૦૦-૩૦૦ ઘરોના પાણીની સમસ્યાના નિરાકરણ માટે કેટલી પ્રતિબદ્ધ છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે આ પરિયોજના. અહીંયા આટલો વરસાદ થાય છે પણ પાણી માટે તરસવું પડે છે. બધુ પાણી સમુદ્વમાં જતું રહે છે. જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે નક્કી કર્યું હતું કે દરેક ઘરને નળથી જળ મળે. 200 માળની ઉંચાઇએ પાણી જઇ જવામાં આવશે ત્યાં લોકોને પાણી પુરૂ પાડવામાં આવશે. ગીરના જંગલમાં 1 વ્યક્તિના મત માટે પોલિંગ બુથની વ્યવસ્થા કરવામાં આવે છે તે પણ બોક્સ આઇટમ બની જાય છે. જો કોઇ પાણીની પરબ બનાવી દે છે તો પણ વર્ષો સુધી તે પરિવારને આદર્શની દ્વષ્ટિએ જોવામાં આવે છે.
અમારી સરકાર સાફનિયતસહીવિકાસનાં પંથે આગળ વધી રહી છે માટે જ આજે હું આપ સૌની સામે લાભાર્થીઓને પૂછી શકું છે કે કોઈએ તમારી સાથે ગેરરિતી તો નથી કરી ને. સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે અમારી સરકાર જરૂરી દરેક પગલા ઉઠાવી રહી છે. અમારી સરકાર પરિવારોની ઈચ્છા મુજબ મકાનોનું નિર્માણ કરીએ છીએ કારણ કે અમારા માટે દેશના નાગરિકોની ખુશીથી વધારે કંઈ માન્ય નથી હોતું. ગુજરાતના પરિવારોએ નમૂનારૂપ મકાનનું નિર્માણ કાર્ય કર્યું છે જેના માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું.
પીએમ મોદીએ લાખા વણઝારાને યાદ કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર આડતરો પ્રહાર કરતાં કહ્યું હતું કે કટકી કંપની બંધ છે. હું મીડિયા સમક્ષ હિંમતપૂર્વક પૂછી શકું છું કે કોઇને લાંચ તો આપવી નથી પડી ને. વડાપ્રધાન યોજનાના મકાનની ક્વોલિટી જોતાં હતા. સરકારી મકાન આવા હોઇ શકે. કયું મટીરિયલ ઉપયોગ કરવામાં આવશે તે પરિવાર નક્કી કરે છે. અમે સરકારી કોંટ્રાક્ટરોનો ઉપયોગ કર્યો નથી. દેશને ગરીબીના મુક્તિ માટે અભિયાન ચલાવ્યું. બેંકમાં ગરીબોને પ્રવેશ ન હતો અને બેંકોને ગરીબના ઘર સુધી લાવી દીધી.
અમે ઉજ્જવલા યોજના હેઠળ દરેક ઘરમાં વિજળી કનેક્શન પહોંચાડવાનું અભિયાન શરૂ કર્યું. ઘરમાં ગેસ, લાઇટ, શૌચાલય હોય આ ગરીબ લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન છે. હું સપના પુરા કરવાનું તમારા લોકો પાસેથી શિખ્યો છું. અત્યાર સુધી નેતાઓના મોટા મોટા ઘર બનાવના સમાચાર આવતા હતા પરંતુ હવે ગરીબોના ઘર બનવાના સમાચાર આવે છે. તેમણે અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા હતા. તેમની અટલ બિહારી વાજપેયી સડક યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. દેશને સમસ્યામાંથી મુક્ત કરી શકાય છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંબોધનના મુખ્ય અંશો
ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન શરૂ કર્યું હતું. તેમણે પીએમ નરેંદ્ર મોદીને આભાર વ્યક્ત કર્યો હતો. વર્ષોથી હેડપંપથી પાણી ખેંચીને થાકી ગયેલા લોકોને નળ દ્વારા શુદ્ધ પાણી મળે તે માટે સરકારની પ્રાથમિકતા છે. લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકારે કામો શરૂ કર્યા અને ટૂંક સમયમાં આ કામો પુરા કરવામાં આવશે. આવનાર દિવસોમાં ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે જળસંચયની યોજનાથી માંડીને દરિયાના ખારા પાણીને શુદ્ધ કરીને પીવાલાયક બનાવવા માટેની યોજના બનાવી છે.
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું ભાજપ સરકાર ઠાલા વચનો આપતી નથી. રોટલો અને ઓટલો મળે એ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. અમારી સરકાર ખોટા ફોર્મ છાપતી નથી. અમે જેટલું કરી શકીએ છીએ એટલું બોલીએ છીએ. ગુજરાત ટૂંક સમયમાં 2 લાખ 5 હજાર મકાનોનો ટાર્ગેટ પૂર્ણ કરશે.
પ્રધાનમંત્રી શ્રી @narendramodiજીએ વલસાડ ખાતે જલાપૂર્તિ પરિયોજનાનું કર્યું શિલાન્યાસ
#PMInGujarat pic.twitter.com/yHIBQpHJl5
— BJP Gujarat (@BJP4Gujarat) August 23, 2018
વડાપ્રધાન વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતેના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ અહીંથી હવે 10.50 કલાકે વલસાડ પહોંચીને 11.00 કલાકે જૂજવા ગામ પહોંચશે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અતર્ગત રૂ. 1727 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 1,15,551 આવાસોના વિવિધ જિલ્લાના લાભાર્થીઓને વલસાડ જિલ્લાના જુજવા ખાતેથી સામૂહિક ઈ-ગૃહ પ્રવેશ કરાવશે.
પીએમના કાર્યક્રમને લઇને કેટલાક કાર્યકર્તાઓને નજરકેદ કરાયા
વડાધાન નરેન્દ્ર મોદીના વલસાડના કાર્યક્રમને લઈ વલસાડ યુથ કોંગ્રેસ પ્રમુખ ભાર્ગવ દવે સહિત, ઇરફાન કાદરી અને સંદીપ ગોસ્વામીને ડિટેઇન કરાયા છે. આ ત્રણેય કોંગ્રેસના કાર્યકર્તાને વલસાડ એલસીબી પોલીસ સ્ટેશને લઈ જવાયા છે. આ તરફ પીએમનો વિરોધ બીટીએસ દ્વારા ન કરાય તે માટે નવસારી જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેનાના પ્રમુખ પંકજ પટેલને પણ નજર કેદ કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી વલસાડ આવવાના હોવાથી ચીખલી પોલીસે તેમને નજર કેદ કર્યા છે.
પીએમ મોદીનો વિગતવાર પ્રવાસ
૧૦.૫૦ કલાકે વલસાડ પહોંચીને ૧૧.૦૦ કલાકે જૂજવા ગામ પહોંચશે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અતર્ગત રૂ. ૧૭૨૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૧,૧૫,૫૫૧ આવાસોના વિવિધ જિલ્લાના લાભાર્થીઓને વલસાડ જિલ્લાના જુજવા ખાતેથી સામૂહિક ઈ-ગૃહ પ્રવેશ કરાવશે. મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ ૫ હજાર મહિલાઓને ઉદ્યોગ સાથે જોડાણના સ્કીલ સર્ટિફિકેટ તેમજ નિમણુંકપત્રોનું વિતરણ કરવાના છે. વલસાડના ધરમપુર કપરાડાના અંતરિયાળ ગામોને પીવાનું પાણી પહોંચાડવાની રૂ. ૫૮૬ કરોડની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાના ભૂમિપૂજનની તકતીનું અનાવરણ પણ તેઓ કરશે અને જાહેર સભાને સંબોધન કરશે.
વડાપ્રધાન વલસાડથી બપોરે ૧૨.૩૦ કલાકે જૂનાગઢ જવા રવાના થશે અને ૨.૨૫ વાગ્યે જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજ મેદાન આવી પહોંચશે. જૂનાગઢમાં તેઓ રૂ. ૨૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦૦ બેડની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પોલીટેકનિક ઈન એગ્રો પ્રોસેસિંગ બિલ્ડીંગ, નવી ફિશરીઝ કોલેજના ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ધાટન કરશે. તેમજ સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનો લોકાર્પણ અને જૂનાગઢ મહાનગરપાલિકાના ૩ વિકાસ કામોના ભૂમિપૂજન-લોકાર્પણ કર્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભા સંબોધશે. વડાપ્રધાન એક જ દિવસમાં જૂનાગઢમાં રૂ. ૪૫૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન સંપન્ન કરવાના છે.
ત્યાર બાદ તેઓ સાંજે ૬.૦૦ કલાકે ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પદવી અને મેડલ્સ એનાયત કરી દીક્ષાંત પ્રવચન આપશે. ત્યારબાદ સાંજે ૭.૩૦ વાગ્યે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહેશે અને બેઠક પૂર્ણ થયે ૮.૩૦ કલાકે અમદાવાદ જવા રવાના થશે. તેઓ રાત્રે ૯.૦૦ વાગ્યે અમદાવાદ હવાઈ મથકેથી ભારતીય વાયુદળના વિમાનમાં નવી દિલ્હી પરત જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે