આજે વિજય મુહૂર્તમાં ભાજપના 575 ઉમેદવારો ફોર્મ ભરશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Polls) જાહેર થઈ ચૂકી છે. ત્યારે 6 મહાનગર પાલિકાઓના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે (BJP) પોતાની યાદી જાહેર કરી દીધી છે. તો બીજી તરફ, કોંગ્રેસ (congress) ના ઉમેદવારો પોતાની યાદી જાહેર કરી રહ્યા છે. ભાજપે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, રાજકોટના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડના કુલ 192 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના તમામ ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ફોર્મ ભરવાનો આવતી કાલે અંતિમ દિવસ છે. 
આજે વિજય મુહૂર્તમાં ભાજપના 575 ઉમેદવારો ફોર્મ ભરશે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Polls) જાહેર થઈ ચૂકી છે. ત્યારે 6 મહાનગર પાલિકાઓના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે (BJP) પોતાની યાદી જાહેર કરી દીધી છે. તો બીજી તરફ, કોંગ્રેસ (congress) ના ઉમેદવારો પોતાની યાદી જાહેર કરી રહ્યા છે. ભાજપે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, રાજકોટના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડના કુલ 192 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના તમામ ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ફોર્મ ભરવાનો આવતી કાલે અંતિમ દિવસ છે. 

6 મહાનગરપાલિકા માટે ભાજપે ઉમેદવારીઓની યાદી કરી જાહેર કરી છે. ભાજપે 6 મનપાના 575 ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં અમદાવાદના 48 વોર્ડના 192, વડોદરાના 19 વોર્ડના 76, સુરતના 30 વોર્ડના 119, જામનગરના 16 વોર્ડના 64, ભાવનગરના 13 વોર્ડના 52, રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારો જાહેર કરાયા છે. 

અમદાવાદના મોથા માથાના નામ કપાયા 
અમદાવાદનાં પૂર્વ મેયર બિજલ પટેલનું પત્તું કપાયું છે. અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહનું પણ પત્તુ કપાયું છે. અમદાવાદના ખાડિયામાંથી મયૂર દવેનું પત્તું કપાયું છે. સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ ચેરમેન અમૂલ ભટ્ટનું પત્તુ કપાયું છે. નવા કાર્યકરોને મહાનગરપાલિકાની ચૂંટણીમાં તક અપાઈ છે. તો કેટલાક વોર્ડમાં ઉમેદવારોને રીપીટ કરાયા છે.

ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજ્ય અને છ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોની સંપૂર્ણ યાદીઓ જાહેર કરી છે. યાદીઓ જાહેર થતા જ તમામ શહેરોમાં પક્ષનો આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news