સ્વાઈન ફ્લૂનો કહેર: સારવાર લઇ રહેલા વધુ ત્રણના મોત, આરોગ્ય વિભાગ થયું સતર્ક

રાજ્ય સ્વાઈનફ્લૂને કારણે દિવસેને દિવસે મૃત્યુંઆંકમાં વધારો થઇ રહ્યો છે. સ્વાઈન ફ્લૂનો આતંકમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે આવેલા આંકડાઓના સ્વાઈન ફ્લૂના કારણે વધુ 3 વ્યક્તિઓના મોત થતા મૃત્યુ આંત 64 પર પહોચ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ સ્વાઇન ફ્લૂનો અલગ વોર્ડમાં વઘારે ધ્યાન આપવા માટેના આદેશ કરી દેવામાં આવ્યા છે. 
 

સ્વાઈન ફ્લૂનો કહેર: સારવાર લઇ રહેલા વધુ ત્રણના મોત, આરોગ્ય વિભાગ થયું સતર્ક

હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્ય સ્વાઈનફ્લૂને કારણે દિવસેને દિવસે મૃત્યુંઆંકમાં વધારો થઇ રહ્યો છે. સ્વાઈન ફ્લૂનો આતંકમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે આવેલા આંકડાઓના સ્વાઈન ફ્લૂના કારણે વધુ 3 વ્યક્તિઓના મોત થતા મૃત્યુ આંત 64 પર પહોચ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ સ્વાઇન ફ્લૂનો અલગ વોર્ડમાં વઘારે ધ્યાન આપવા માટેના આદેશ કરી દેવામાં આવ્યા છે. 

વડોદરામાં સ્વાઇન ફ્લૂને કારણે 2 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 62 વર્ષની મહિલા અને 75 વર્ષના વૃદ્ધનું આજે મોત થયું હતું. જ્યારે વડોદરામાં18 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ પણ સતર્ક કરી દેવામાં આવ્યું છે.

સોલા ભાગવત વિદ્યાપીઠમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શહીદ જવાનોને આપી શ્રધ્ધાંજલી

સૌરાષ્ટ્રમાં શનિવારે પણ સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત રહ્યો અને 7 કેસ પોઝિટિવ નોંધાયો હતો. 47 દિવસમાં પોઝિટિવ કેસોનો આંક અત્યાર સુધીમાં 210 પર પહોંચ્યો હતો. હજી પણ આ આંકડાઓમાં વધારો થાય તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. આરોગ્ય વિભાગ દ્વાર સરાકરી હોસ્પિટલોમાં તમામ તબીબોને સ્ટેન્ટુ રહેવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news