નવસારી લોકસભા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસનું કોળી કાર્ડ નિષ્ફળ, પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો
નવસારી બેઠક પર કોંગ્રેસનું કોળી કાર્ડ ન ચાલ્યું. ભાજપના નેતા સી આર પાટિલ જંગી બહુમતીથી જીતી ગયા.
Trending Photos
અમદાવાદ: નવસારી બેઠક પર કોંગ્રેસનું કોળી કાર્ડ ન ચાલ્યું. ભાજપના નેતા સી આર પાટિલ જંગી બહુમતીથી જીતી ગયા. નવસારી લોકસભા બેઠક 2009માં અસ્તિત્વમાં આવી હતી. આ અગાઉ નવસારી જિલ્લાનો વલસાડ લોકસભા બેઠકમાં સમાવેશ થતો હતો. ભાજપ દ્વારા 2009થી આ બેઠક પર જીતતા આવેલા સી.આર. પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે, જેની સામે કોંગ્રેસ દ્વારા કોળી કાર્ડ ખેલવામાં આવ્યું છે. આ બેઠક પર કોળી સમાજની બહુમતિ છે અને કોળી સમાજે આ બેઠક પર કોળી ઉમેદવાર ઉભો રાખવામાં આવે તેવી માગ કરી હતી. આથી, કોંગ્રેસ દ્વારા કોળી સમાજના યુવાન નેતા અને વિજલપોર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. આ બેઠકનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભાજપના ઉમેદવાર સી. આર.પાટીલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 689668ના તફાવતથી હરાવ્યાં છે.
જુઓ LIVE TV
નવસારી જિલ્લો અગાઉ વલસાડ લોકસભા બેઠકમાં આવતો હતો. 2009માં નવસારીને અલગ લોકસભા બેઠકની જાહેરાત કરાઈ હતી. જેમાં સુરત જિલ્લાના લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તાર અને જલાલપોર, નવસારી તથા ગણદેવી મળીને કુલ 7 વિધાનસભા વિસ્તાર સાથે નવસારી લોકસભા બેઠકનું નિર્માણ કરાયું હતું. આ વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર તરીકે હોવાથી નવસારી બેઠકને મીની ભારત પણ કહેવામાં આવે છે. નવસારી લોકસભા બેઠકમાં સુરતના 60 ટકા અને નવસારીના 40 ટકા મતદારોનો સમાવેશ થાય છે. અહીં કોળી મતદારોની સંખ્યા વધુ છે. ત્યારબાદ મહારાષ્ટ્રીય મતદારો છે.
જુઓ પરિણામ વિગતવાર
Gujarat-Navsari | ||||||||
Results | ||||||||
O.S.N. | Candidate | Party | EVM Votes | Postal Votes | Total Votes | % of Votes | ||
1 | PATEL DHARMESHBHAI BHIMBHAI | Indian National Congress | 281663 | 1408 | 283071 | 21.64 | ||
2 | C. R. Patil | Bharatiya Janata Party | 969430 | 3309 | 972739 | 74.37 | ||
3 | VINEETA ANIRUDDH SINH | Bahujan Samaj Party | 9331 | 35 | 9366 | 0.72 | ||
4 | AMRUTHAM NARSAIAH PAPAIAH | Pyramid Party of India | 826 | 3 | 829 | 0.06 | ||
5 | Dr. KANUBHAI KHADADIYA | SOCIALIST UNITY CENTRE OF INDIA (COMMUNIST) | 725 | 0 | 725 | 0.06 | ||
6 | JAVADKHAN PATHAN | Yuva Sarkar | 573 | 1 | 574 | 0.04 | ||
7 | JITENDRABHAI PREMNATH MISHRA | Sanyukt Vikas Party | 540 | 0 | 540 | 0.04 | ||
8 | PASVAN VIRENDRA | Bharatiya Bahujan Congress | 495 | 2 | 497 | 0.04 | ||
9 | SHARMA RAJMAL MOHANLAL (GABBAR) | Svatantra Bharat Satyagrah Party | 569 | 1 | 570 | 0.04 | ||
10 | SHRIPRAKASH SHUKLA | Bhartiya Shakti Chetna Party | 613 | 0 | 613 | 0.05 | ||
11 | SACHIN G. KINDA | Rashtriya Nav Nirman Bharat Party | 808 | 3 | 811 | 0.06 | ||
12 | HIRAMANIBEN | Rashtriya Samaj Paksha | 3013 | 3 | 3016 | 0.23 | ||
13 | ANISHBHAI GAFFARBHAI BHIMANI (Ganibhai) | Independent | 1049 | 0 | 1049 | 0.08 | ||
14 | KHAN HEENABEGUM KAMRUDDIN | Independent | 1745 | 0 | 1745 | 0.13 | ||
15 | GOVINDBHAI LAXMANBHAI RATHOD | Independent | 4189 | 6 | 4195 | 0.32 | ||
16 | CHANDANSINH SHIVVADANSINH THAKUR | Independent | 5982 | 2 | 5984 | 0.46 | ||
17 | CHAUHAN NILESHKUMAR | Independent | 2914 | 3 | 2917 | 0.22 | ||
18 | JAVID AHMAD SHEKH | Independent | 2480 | 0 | 2480 | 0.19 | ||
19 | JAIN RAJENDRAKUMAR ANILKUMAR | Independent | 2104 | 0 | 2104 | 0.16 | ||
20 | PATEL NAVINKUMAR SHANKARBHAI | Independent | 596 | 1 | 597 | 0.05 | ||
21 | RAMJAN MANSURI - PATRAKAR | Independent | 577 | 0 | 577 | 0.04 | ||
22 | SHAIKH SAEED INAYAT PATRAKAR | Independent | 1029 | 0 | 1029 | 0.08 | ||
23 | SHEKH HAMID RAMJAN | Independent | 662 | 1 | 663 | 0.05 | ||
24 | SAIYAD MEHMUD AHMAD | Independent | 795 | 2 | 797 | 0.06 | ||
25 | SOHILKHAN HASHIMKHAN (Sohil Panchar) | Independent | 1495 | 2 | 1497 | 0.11 | ||
26 | NOTA | None of the Above | 8878 | 155 | 9033 | 0.69 | ||
Total | 1303081 | 4937 | 1308018 |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે