પોરબંદર લોકસભા ચૂંટણી પરિણામ 2019: રમેશ ધડુક 2 લાખ મતોથી વિજેતા

લોકસભાની ચૂંટણી માટે આજે હાથ ધરાયેલ મતગણતરીમાં ફરી એક વખત દેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે. પોરબંદર લોકસભા બેઠકની વાત કરીએ તો અહી પણ લોકોએ ભાજપના રમેશ ધડુકને વિજય બન્યા છે. પોરબંદરની સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમા પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઈવીએમની મતગણતરી હાથ ધરવામાં આવી હતી.

પોરબંદર લોકસભા ચૂંટણી પરિણામ 2019: રમેશ ધડુક 2 લાખ મતોથી વિજેતા

અમદાવાદ: લોકસભાની ચૂંટણી માટે આજે હાથ ધરાયેલ મતગણતરીમાં ફરી એક વખત દેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે. પોરબંદર લોકસભા બેઠકની વાત કરીએ તો અહી પણ લોકોએ ભાજપના રમેશ ધડુકને વિજય બન્યા છે. પોરબંદરની સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમા પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઈવીએમની મતગણતરી હાથ ધરવામાં આવી હતી.

મતગણતરી શરૂ થયાના પ્રથમ રાઉન્ડથી લઈને અંતિમ રાઉન્ડ સુધી ભાજપના ઉમેદવાર રમેશ ધડુકનો દબદબો જોવા મળ્યો હતો. અને પહેલા રાઉન્ડથી લઈને આખરી રાઉન્ડ સુધી તેઓ કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાથી આગળ રહ્યા હતા. પ્રથમ વખત પોરબંદર લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવનાર રમેશ ધડુકને પોરબંદર લોકસભા વિસ્તારની જનતાએ 2 લાખથી વધુની લીડ સાથે વિજેતા બનાવતા રમેશ ધડુકે તમામ જનતાનો આભાર માન્યો હતો.

જુનાગઢ લોકસભા પરિણામ : વિધાનસભા પરિણામ બાદ ચેલેન્જિંગ ગણાતી આ બેઠક પર આખરે ભાજપ જીત્યું ખરું!!!

Gujarat-Porbandar
Results
O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes
1 RAMESHBHAI LAVJIBHAI DHADUK Bharatiya Janata Party 559320 0 559320 59.39
2 LALIT VASOYA Indian National Congress 331081 0 331081 35.16
3 SAMATBHAI GOVABHAI KADAVALA Bahujan Samaj Party 9853 0 9853 1.05
4 BHARGAV SURESHCHANDRA JOSHI Gujarat Janta Panchayat Party 1510 0 1510 0.16
5 VAKIL VINZUDA RANJITBHAI NARANBHAI Bahujan Maha Party 706 0 706 0.07
6 ALPESHKUMAR V.VADOLIYA(1008) Independent 642 0 642 0.07
7 ATROLIYA KARABHAI GAGANBHAI Independent 740 0 740 0.08
8 UNADKAT PRAKASHBHAI VALLABHDAS Independent 601 0 601 0.06
9 KIRTIKUMAR BAVANJIBHAI MARVANIA Independent 683 0 683 0.07
10 BHANUBHAI NAGABHAI ODEDRA Independent 791 0 791 0.08
11 RABARI DASABHAI KARABHAI Independent 3855 0 3855 0.41
12 RATHOD DAYABHAI HIRABHAI Independent 1345 0 1345 0.14
13 RANK JIGNESHBHAI GOVINDBHAI Independent 1211 0 1211 0.13
14 RIYAZ OSMAN SURIYA ALIAS LALO MURGHIVALA Independent 1975 0 1975 0.21
15 RESHMA PATEL Independent 3698 0 3698 0.39
16 VIMALBHAI RATILAL RAMANI Independent 8633 0 8633 0.92
17 ASHOK NANJI SONDARVA Independent 7439 0 7439 0.79
18 NOTA None of the Above 7661 0 7661 0.81
  Total   941744 0 941744  
 

 

નવસારી લોકસભા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસનું કોળી કાર્ડ નિષ્ફળ, પાટીલ 6 લાખથી વધુ મતોથી આગળ

લોકસભાની ચૂંટણી માટે આજે હાથ ધરાયેલ મતગણતરીમાં ફરી એક વખત દેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તેમજ ગુજરાત રાજ્યમાં પણ ભાજપના ભવ્ય વિજય પર રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયા અને પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાએ પોતાની જીતને વધાવી દેશની અને રાજ્યની જનતાનો આભાર માન્યો હતો.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news