મુંદ્રા ગ્રામ પંચાયત અને બારોઇ જુથ ગ્રામ પંચાયતને અપાયો નગરપાલિકાનો દરજ્જો

કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાની બે ગ્રામ પંચાયતો મુંદરા ગ્રામ પંચાયત અને બારોઇ જૂથ ગ્રામ મપંચાયત મળીને એક સંયુકત નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે. 

મુંદ્રા ગ્રામ પંચાયત અને બારોઇ જુથ ગ્રામ પંચાયતને અપાયો નગરપાલિકાનો દરજ્જો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોમાં પણ નગર સુખાકારીના કામોને અગ્રતા આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 

મુખ્યમંત્રીએ તદઅનુસાર કચ્છ જિલ્લાના મૂંદ્રા તાલુકાની બે ગ્રામ પંચાયતો મુંદરા ગ્રામ પંચાયત અને બારોઇ જૂથ ગ્રામ મપંચાયત મળીને એક સંયુકત નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે. 

કચ્છના મૂંદ્રા તાલુકાની મુંદરા ગ્રામ પંચાયતની અંદાજે ૩પ હજારની જનસંખ્યા તેમજ બારોઇ જૂથ ગ્રામ પંચાયતની રપ હજાર જેટલી વસ્તી મળી કુલ ૬૦ હજાર જેટલા ગ્રામીણ નાગરિકોને રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, લાઇટ સહિતની સુવિધાઓ આ સંયુકત નગરપાલિકા બનતાં ત્વરાએ મળતી થશે. 

વિજયભાઇ રુપાણીએ અન્ય એક નિર્ણય કરીને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો અન્વયે અમદાવાદ જિલ્લાની સાણંદ નગરપાલિકા વિસ્તારની ર૧ જેટલી ખાનગી સોસાયટીઓમાં સી.સી.રોડના રૂ. ર કરોડના કામોને પણ મંજૂરી આપી છે. 

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટીઓમાં તેમજ અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધા વૃદ્ધિના કામો હાથ ધરવામાં આવે છે. 

વરસાદને કારણે રાજ્યના 94 ડેમ હાઈ એલર્ટ, 10 ડેમ એલર્ટ અને 74 ડેમ વોર્નિંગ ઉપર 

આ યોજનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રોપર્ટી ટેક્ષ ભરતી હોય તેવી તમામ ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ વસાહતો અને ફલેટ રહેણાંક વિસ્તારમાં સુખ-સુવિધા અને સ્વચ્છતાના કામો આવરી લેવાય છે. 

આવા રહેણાંક વિસ્તારોમાં આંતરિક રસ્તાઓ ઉપર ડામરનું પેવિંગ કામ, પથ્થર પેવિંગ, રોડ રિસરફેસીંગ તેમજ સીમેન્ટ કોન્ક્રીટના રોડના કામો ઉપરાંત જરૂરિયાત પ્રમાણે સ્ટ્રીટ લાઇટ અને પાણીની પાઇપલાઇન જેવા કામો મંજૂર કરી શકાય છે. 

આવા કામો માટે ૭૦ ટકા ફાળો રાજ્ય સરકાર સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news