AAPની આતુરતા! પત્નીને જામીન મળ્યા બાદ સજોડે જેલમાંથી બહાર આવશે ગુજરાતના આ ધારાસભ્ય

આપ ધારાસભ્યને જામીન મળ્યા છે પણ ચૈતર વસાવા જેલમાંથી આજે બહાર નહિ આવે. કારણ કે તેમના ધર્મ પત્ની શકુંતલા બેન આ મામલે હજુ જેલમાં છે. તેમની જામીનની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 24 જાન્યુઆરીએ છે.

AAPની આતુરતા! પત્નીને જામીન મળ્યા બાદ સજોડે જેલમાંથી બહાર આવશે ગુજરાતના આ ધારાસભ્ય

ઝી બ્યુરો/નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટી રાહત તો મળી ગઈ છે, પરંતુ ચૈતર વસાવાના જામીન કેસમાં આવ્યો નવો વળાંક આવ્યો છે. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને આર્મ્સ એક્ટ કેસમાં શરતી જામીન આપ્યા છે. પરંતુ એવું જાણવા મળી રહ્યું છે કે આપ ધારાસભ્યને જામીન મળવા છતાં ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે. જી હા..ચૈતર વસાવા આજે જેલમાંથી બહાર નહીં આવે કારણ કે પત્નીને જામીન બાદ સાથે જેલમાંથી બહાર આવશે. પત્ની શકુંતલાબેન આ મામલે હજુ પણ જેલમાં છે. શકુંતલાબેનની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી થનાર છે. સુપ્રીમ કોર્ટ જામીન આપે પછી બંને જેલમાંથી બહાર  આવશે. તેવું જાણવા મળી રહ્યું છે.

સૂત્રો અનુસાર આપ ધારાસભ્યને જામીન મળ્યા છે પણ ચૈતર વસાવા જેલમાંથી આજે બહાર નહિ આવે. કારણ કે તેમના ધર્મ પત્ની શકુંતલા બેન આ મામલે હજુ જેલમાં છે. તેમની જામીનની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 24 જાન્યુઆરીએ છે. પત્નીને જામીન મળ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સજોડે જેલમાંથી બહાર આવશે. 

તમને જણાવી દઈએ કે વન કર્મચારીઓને માર મારવા અને ધમકાવવાના ગુન્હામાં 14 ડિસેમ્બરથી આપ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. આ ગુન્હામાં 8 આરોપીઓમાંથી 5 ને જામીન કોર્ટે આપી દીધા છે. પરંતુ ચૈતર વસાવાની  પત્ની સહિત 3ના જામીન થયા નથી. ચૈતર વસાવાની પત્ની શકુંતલાનો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં છે. 

મહત્વનું છે કે વન કર્માચારીઓને માર મારવા અને ધમકાવવાના કેસમાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા 14 ડિસેમ્બરથી જેલમાં છે. આ મામલામાં કોર્ટે 8માંથી 5 આરોપીઓને જામીન આપી દીધા છે. જોકે હજુ સુધી ચૈતર વસાવાની પત્ની શકુંતલાબેનને જામીન મળ્યા નથી.

પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ 14 ડિસેમ્બરે ડેડીયાપાડા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. નોંધનીય છે કે નર્મદા ડિલ્લાના ડેડીયાપાડા પંથકમાં જંગલની જમીન પર કેટલાક લોકોએ કબજો કર્યો હતો. આ બાબતે વનવિભાગના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ વનવિભાગે અહીં કામગીરી અટકાવી હતી. આ સમયે ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હતી. ત્યારબાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને અમુક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

શું છે સમગ્ર મામલો
 ડેડીયાપાડાની જંગલની જમીન પર ખેડાણ મુદ્દે ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બિચક્યો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને P.A સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં ચૈતર વસાવા ફરાર થયા હતા, બાદમાં તેમણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news