આજે ગુજરાતનો દુનિયામાં ડંકો વાગશે, પરમાણુ ફ્યુઝનનું ક્રાયોસ્ટૈટ સુરતથી ફ્રાન્સ મોકલાશે, લોકડાઉનમાં પણ કામ ન અટકાવ્યું

આજે ગુજરાતનો દુનિયામાં ડંકો વાગવા જઈ રહ્યો છે. વિશ્વની સૌથી મોટી ન્યુક્લિઅર ફ્યુઝન રિએક્ટર માટે સુરતની હજીરામાં આવેલી એલએન્ડટી હેવી એન્જિનિયરિંગ દ્વારા મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત બનાવેલ "ક્રાયોસ્ટેટ"ટોપ લીડનો અંતિમ હિસ્સો ભારતથી રવાના કરવામાં આવશે. દુનિયાના સૌથી મોટા ન્યૂક્લિયરર ફ્યુઝન રિએક્ટરના સૌથી મોટા સેક્શન 1250 એમટીના ક્રાયોસ્ટેટ બેઝનું નિર્માણ ભારતીય કંપની L&T દ્વારા બનાવાયું છે, જે મેક ઇન ઈન્ડિયા પ્રોજેકટ હેઠળ કરવામાં આવ્યું છે. આજે છેલ્લો પાર્ટ ટોપ લિડ સેક્ટર્સ હજીરાથી ફ્રાન્સ જવા રવાના થશે.
આજે ગુજરાતનો દુનિયામાં ડંકો વાગશે, પરમાણુ ફ્યુઝનનું ક્રાયોસ્ટૈટ સુરતથી ફ્રાન્સ મોકલાશે, લોકડાઉનમાં પણ કામ ન અટકાવ્યું

ચેતન પટેલ/સુરત :આજે ગુજરાતનો દુનિયામાં ડંકો વાગવા જઈ રહ્યો છે. વિશ્વની સૌથી મોટી ન્યુક્લિઅર ફ્યુઝન રિએક્ટર માટે સુરતની હજીરામાં આવેલી એલએન્ડટી હેવી એન્જિનિયરિંગ દ્વારા મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત બનાવેલ "ક્રાયોસ્ટેટ"ટોપ લીડનો અંતિમ હિસ્સો ભારતથી રવાના કરવામાં આવશે. દુનિયાના સૌથી મોટા ન્યૂક્લિયરર ફ્યુઝન રિએક્ટરના સૌથી મોટા સેક્શન 1250 એમટીના ક્રાયોસ્ટેટ બેઝનું નિર્માણ ભારતીય કંપની L&T દ્વારા બનાવાયું છે, જે મેક ઇન ઈન્ડિયા પ્રોજેકટ હેઠળ કરવામાં આવ્યું છે. આજે છેલ્લો પાર્ટ ટોપ લિડ સેક્ટર્સ હજીરાથી ફ્રાન્સ જવા રવાના થશે.

વિરોધ બાદ આજે ન વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, આ ભાવે અમદાવાદમાં મળશે..

ફ્રાન્સમાં દોઢ લાખ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા દુનિયાના સૌથી મોટા પરમાણુ ફ્યૂઝન પ્રોજેક્ટમાં ભારતનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. જેમાં ગુજરાતનું પણ મોટું યોગદાન છે. એલએન્ડટી કંપનીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, એલએન્ડટીની એન્જિનિયરિંગ ટીમે લોકડાઉન દરમિયાન 1250 ટનના ક્રાયોસ્ટેટના તૈયાર કરવા માટે મશીનની આપૂર્તિ કરી હતી, જેથી તેના બનાવટ કાર્યમાં કોઈ પ્રકારનું મોડું ન થાય. ક્રાયોસ્ટૈટ રિએક્ટરનું વેક્યુમ વેસલના ચારે તરફ અભેદ્ય કન્ટેનર બનાવે છે, અને એક મોટા રેફ્રિજરેટર તરીકે કામ કરે છે. ભારત એ સાત દેશોમાં સામેલ છે, જે ફ્રાન્સના કૈડારાચમાં 20 અરબ અમેરિકન ડોલરના આંતરરાષ્ટ્રીય થર્મોન્યૂક્લિયર પ્રાયોગિક રિએક્ટર (આઈટીઈઆર)નો ભાગ છે. તે દુનિયાની સૌથી મોટી શોધમાંથી એક છે. જે અંર્તગત સંલયન શક્તિના વૈજ્ઞાનિક અને ટેકનિકલ વ્યવહાર પર કામ કરી શકાશે. 

વરસાદની કાગડોળે જોવાતી રાહ પૂરી થઈ, સવારે 6 થી 8 સુધીમાં 28 તાલુકામાં વરસાદ નોંધાયો

કંપનીએ કહ્યું હતું કે, એલએન્ડટી કંપનીએ એન્જિનિયરિંગના ફ્રાન્સમાં દુનિયાના સૌથી મોટા પરમાણુ સંલયન રિએક્ટરના મોટા ખંડ 1250 ટનના ક્રાયોસ્ટૈટ આધારનું નિર્માણ કર્યું છે. તેને સફળતાપૂર્વક ઉઠાવીને રિએક્ટર ભવનમાં સ્થાપિત કરાયું છે, જે પરમાણુ એન્જિનિયરિંગની દુનિયામાં એક મોટા મીલનો પત્થર સાબિત થશે. 

  • ક્રાયોસ્ટેટ સ્ટીલનું હાઈ વેક્યૂમ પ્રેશર ચેમ્બર હોય છે. કોઇ રિએક્ટર વધારે ગરમી પેદા કરે તો તેને ઠંડુ કરવા માટે એક વિશાળ રેફ્રિજરેટરની જરૂર પડે છે. તેને જ ક્રાયોસ્ટેટ કહેવાય છે. 
  • ભારતે આ પ્રોજેક્ટ ચીન પાસેથી છીનવીને પોતાના તરફ કર્યો હતો. 
  • આ પ્રોજેક્ટ અંતર્ગત 15 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પેદા થશે, જે સૂર્યના કોરથી 10 ગણું વધારે હશે.
  • ક્રાયોસ્ટેટનું કુલ વજન 3,850 ટન છે. તેનો 50મો અને છેલ્લો ભાગ આશરે 650 ટન વજન ધરાવે છે. તેની પહોળાઈ 29.4 મીટર અને ઊંચાઈ 29 મીટર છે. 
  • લોકડાઉનમાં પણ ભારતે આ પ્રોજેક્ટની બનાવટનું કામ અટકાવ્યું ન હતું. જેથી આજે તે તૈયાર થઈ ગયો છે. 
  • ફ્રાન્સના આ પ્રોજેક્ટમાં ભારતનું યોગદાન 9 ટકા છે.
  • ભારત-અમેરિકા, જાપાન સહિત 7 દેશ આ પ્લાન્ટને મળીને બનાવી રહ્યા છે. જેઓ પૃથ્વી પર માઈક્રો સૂર્ય પેદા કરવાની તૈયારી કરી રહ્યાં છે. ભારતને ક્રાયોસ્ટેટ તૈયાર કરવાની જવાબદારી મળી હતી. તેનું નીચલું સિલિન્ડર ગત વર્ષે જુલાઈમાં મોકલાયું હતું. જોકે માર્ચમાં તેનું ઉપરનું સિલિન્ડર રવાના કરાયું હતું. હવે તેનું ઢાંકણ મોકલવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news