પેપર લીક: કોંગ્રેસનો સીધો આરોપ ભાજપ સરકાર પર, CMના રાજીનામાંની કરી માગ

ભાજપના લોકોએ તેમના માનીતા લોકોને નોકરીએ લગાવા માટે પેપર લીક કરવાનું કાવતરૂ ઘડ્યું હતું. 

પેપર લીક: કોંગ્રેસનો સીધો આરોપ ભાજપ સરકાર પર, CMના રાજીનામાંની કરી માગ

અમદાવાદ: ગુજરતમાં રવિવારે લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાથી ભાજપ સરકાર પર કોંગ્રેસ દ્વારા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, આ એક કૌભાંડ છે, આ મામલે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો તેની તપાસ RSSના મુખ્યાલય સુધીના મોટા માથાઓની સંડોવણી બહાર આવી શકે છે. ભાજપના લોકોએ તેમના માનીતા લોકોને નોકરીએ લગાવા માટે પેપર લીક કરવાનું કાવતરૂ ઘડ્યું હતું. 

ભાજપના લોકો દ્વારા કરાયું કૌભાંડ 
કોંગ્રેસના પ્રેદશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, આ પ્રકરણમાં ભાજપના તાલુકા પંચાયતના સભ્ય, પીએસ આઇ જેવા લોકોની સંડાવણી બહાર આવી છે. હાઇ કોર્ટ દ્વારા જો આ અંગે ન્યયીક તપાસ કરવામાં આવશે, તો આનો છેડો ભાજપના મુખ્યલય સુધી પહોંચશે, વડાપ્રધાને લાખો બેરોજગાર યુવાનોની વાત સાંભળવી જોઇએ. અને રીમોટ કંટ્રોલથી ચલતા મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ લેવું જોઇએ.

રસ્તા પર ઉતરીને કરવામાં આવશે વિરોધ 
લોક રક્ષક દળની પરીક્ષામાં પેપર લીક થવાના કેસમાં કોંગ્રેસ સરકારને જોરદાર બાનમાં લીધી છે. ગુજરાતમાં ઠેર ઠેક વિરોધ કરવામાં આવી રહ્યા છે. ભાજપ સરકારે અને મુખ્યમંત્રીએ આ અંગે જવાબ આપવો પડશે. સરકારની સંડોવણી વિના આ પ્રકારનું કૌભાંડ થઇ જ ન શકે, પેપર લીક કરવાના કેસમાં જે લોકોના નામ આવ્યા છે, તે તમામ લોકો ભાજપ પક્ષના છે. ભાજપના લોકોએ તેમના નજીકના લોકોને નોકરીમાં ઘુસાડવા હતા. 

મુખ્ય મંત્રીના રાજીનામાની માંગને લઇને થશે વિરોધ
પેપર લીકની સમગ્ર ઘટનાને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આજે સમગ્ર ગુજરાતમાં પેપર લીકના કોભાંડને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાંની માંગ સાથે વિરોધ કરશે. અમિત ચવડાએ કહ્યું કે, આગામી સમયમાં ગુજરાતના યુવાનો માટે લડત ચાલુ રાખીશું અને યોગ્ય ન્યાય મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news