છ કોર્પોરેશનમાં ભાજપની જીત બાદ પીએમ મોદીનું ટ્વીટ, કહ્યું- 'Thank you Gujarat'

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની મોટી જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક બાદ એક ત્રણ ટ્વીટ કરીને પ્રજાનો આભાર માન્યો છે. 

Updated By: Feb 23, 2021, 07:21 PM IST
છ કોર્પોરેશનમાં ભાજપની જીત બાદ પીએમ મોદીનું ટ્વીટ, કહ્યું- 'Thank you Gujarat'

અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલી છ મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ (BJP) ફરી એકવાર સાબિત કરી દીધુ કે ગુજરાતને શા માટે ભગવાનો ગઢ કહેવામાં આવે છે. ભાજપે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર કોર્પોરેશનમાં મોટી બહુમતીથી વિજય મેળવી ફરી સત્તા કબજે કરી છે. ભારતીય જનતા પાર્ટીની ધમાકેદાર જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (pm narendra modi) એ ટ્વીટ કરી ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. 

પ્રધાનમંત્રી મોદીએ કર્યુ ટ્વીટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 'આભાર ગુજરાત' લખીને ટ્વીટ કર્યુ છે. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું, 'આભાર ગુજરાત, છ મહાનગર પાલિકાના પરિણામો દર્શાવે છે કે પ્રજાને વિકાસની રાજનીતિ અને ગુડ ગવર્નન્સમાં વિશ્વાસ છે. ભાજપ પર ફરી વિશ્વાસ કરવા બદલ પ્રજાના આભારી છીએ. ગુજરાતની સેવા કરવી તે ગર્વની વાત છે.'

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના બીજા ટ્વીટમાં ગુજરાત ભાજપના કાર્યકર્તાનો આભાર માન્યો છે. તેમણે કહ્યુ કે, કાર્યકર્તાઓ રાજ્યમાં પાર્ટીના વિઝનનો પ્રચાર-પ્રસાર કરે છે. જીતમાં કાર્યકર્તાઓનો પણ મોટો ફાળો છે. 

અમિત શાહે ગુજરાતની જનતાનો માન્યો આભાર
ગૃહ મંત્રી અમિત શાહ (Amit shah) એ ટ્વીટ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત પર જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. શાહે ટ્વીટ કરી કહ્યુ, 'મહાનગરોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક પર વિશ્વાસ મુકવા બદલ ગુજરાતની જનતાનો દિલથી આભાર.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube