મક્કાથી પરત ફરેલા રાજકોટના શખ્સ કોરોનાના ઘેરામાં આવ્યા, બીજા 17ને પણ કોરેન્ટાઈન કરાયા
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતમાં હજી સુધી કોરોના વાયરસ (corona virus) પ્રવેશ્યો નથી, પરંતુ વિદેશથી આવતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. વિદેશથી આવનારા દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. ગુજરાતના અનેક શહેરોમાંથી ક્યાંકને ક્યાંક કોરોના વાયરસના શંકાસ્પદ કેસ મળી આવતા હોય છે. ત્યારે રાજકોટમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. UAE થી પરત ફરેલા પુરૂષને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાયા છે. જામનગર લેબોરેટરીએ ઇન કન્કલુઝીવ રિપોર્ટ આપતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. જેથી આ શખ્સના બ્લડ સેમ્પલ ફરી ચકાસવા પૂના NIV લેબોરેટરીમાં મોકલી અપાયા છે. આવતીકાલ બપોર સુધીમાં પૂના લેબોરેટરી રિપોર્ટ આપે તેવી શકયતા છે. હાલ આરોગ્ય વિભાગે શંકાસ્પદ દર્દીના કોન્ટેક ટ્રેકિંગ શરૂ કર્યું છે.
બાળકોની સુરક્ષા માટે વડોદરા પોલીસનો મોટો નિર્ણય, સ્કૂલની ગાડીઓમાં CCTV કર્યા ફરજિયાત
જંગલેશ્વરમાં રહેતા 43 વર્ષના શખ્સ મક્કા મદીના ગયા હતા. 7 માર્ચના રોજ ઉમરાહ કરી મક્કાથી 17 લોકો પરત ફર્યા હતા, જે પૈકી આ શખ્સને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. ત્યાંથી ચાર દિવસ પહેલા તેઓ રાજકોટ પરત ફર્યા હતા. રાજકોટ આવ્યા બાદ તેઓને શરદી અને તાવની તકલીફ થઈ હતી. જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સિવિલ હોસ્પિટલે તાત્કાલિક તેમની સારવાર શરૂ કરી હતી. તેમના સેમ્પલ જામનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત શખ્સના પરિવારજનો તથા બીજા અંગત લોકો મળીને કુલ 17 લોકોને આરોગ્ય વિભાગે કોરેન્ટાઈન કર્યાં છે.
હાલ રાજકોટમાં પથિક આશ્રમ અને રેઇન બસેરામાં કોરેઇનટાઇનની સુવિધા ઉભી કરાઈ છે. કોરોનાના એક શંકાસ્પદ કેસને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ત્યારે હવે પૂણે લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ જ ખરુ ચિત્ર સ્પષ્ટ થશે. ત્યાં સુધી હાલ તમામ 17 લોકોને આઈસોલેટ કરાયા છે. આ ઘટના બાદ રાજકોટ અને જામનગરમાં કોરોના હોવાની ચર્ચા વાયુવેગે ફેલાઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને લઈને રાજ્ય સરકારે સચિવાલય અને સ્વર્ણિમ સંકુલમાં કામ કરતા પદાધિકારીઓ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ગાઇડલાઇન જાહેર કરાઈ છે. અધિકારીઓ અને પદાધિકારીઓને મીટીંગો નહીં યોજવા અને જરૂર જણાય ત્યાં વીડિયો કોન્ફરન્સ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. સચિવાલયના દરેક ફ્લોર ઉપર સ્વચ્છતા જળવાય અને કોરોના વાયરસથી બચી શકાય તે તમામ સુવિધાઓ ઉભી કરવા માટે પણ તાકીદ કરાઈ છે. જે અધિકારી-કર્મચારીઓને ફ્લુના કોઇ પણ લક્ષણ જણાય તો તાત્કાલિક સારવાર અને જરૂર લાગે તો તેની રજા મંજૂર કરવા માટે પણ તાકીદ કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે