‘દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ડુંગળી, લસણના ભાવ ઘટાડવા માટે વડાપ્રધાન નથી બન્યા....’

‘દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ડુંગળી, લસણના ભાવ ઘટાડવા માટે વડાપ્રધાન નથી બન્યા. તેઓ દેશના રાજા છે. તેઓ ભારતને ભારત બનાવવા માટે વડાપ્રધાન બન્યા છે....’ આ શબ્દો છે સાધ્વી રૂતંભરાજીના. દીદીના હુલામણા નામથી જાણીતા સાધ્વી રૂતંભરાજી દ્વારા ખેડાના મહિસા ગામ ખાતે સંવિદ ગૂરૂકુલ શરૂ કરવામાં આવ્યુ છે. જેના ઉઘ્ઘાટન પ્રસંગે તેઓ મહિસા ગામે આવ્યા હતા. જ્યાં સભાને સંબોધન કરતા સાધ્વીએ આ નિવેદન આપ્યુ હતું. સાધ્વીએ કહ્યું હતું કે, તમે મારો શબ્દ રૂપી સંદેશ ભારતભરના લોકો સુધી પહોંચાડો.

‘દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ડુંગળી, લસણના ભાવ ઘટાડવા માટે વડાપ્રધાન નથી બન્યા....’

યોગીન દરજી/ખેડા :‘દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ડુંગળી, લસણના ભાવ ઘટાડવા માટે વડાપ્રધાન નથી બન્યા. તેઓ દેશના રાજા છે. તેઓ ભારતને ભારત બનાવવા માટે વડાપ્રધાન બન્યા છે....’ આ શબ્દો છે સાધ્વી રૂતંભરાજીના. દીદીના હુલામણા નામથી જાણીતા સાધ્વી રૂતંભરાજી દ્વારા ખેડાના મહિસા ગામ ખાતે સંવિદ ગૂરૂકુલ શરૂ કરવામાં આવ્યુ છે. જેના ઉઘ્ઘાટન પ્રસંગે તેઓ મહિસા ગામે આવ્યા હતા. જ્યાં સભાને સંબોધન કરતા સાધ્વીએ આ નિવેદન આપ્યુ હતું. સાધ્વીએ કહ્યું હતું કે, તમે મારો શબ્દ રૂપી સંદેશ ભારતભરના લોકો સુધી પહોંચાડો.

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, ‘હું બધાને નિવેદન કરું છું કે મારો સંદેશ બધાને કહેજો. આપણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડુંગળી, લસણના ભાવ સસ્તા કરવા પ્રધાનમંત્રી નથી બનાવ્યા. તે ભારતને ભારત બનાવવા માટે પ્રધાન મંત્રી બન્યા છે. આપણે એકજુટ થઈ, એક મત થઈ રાષ્ટ્ર નિર્માણ માટે લાગવુ જોઇએ તેવું હું બધાને નિવેદન કરું છું.

ઉલ્લેખનીય છે કે, સાધ્વી રૂતંભરા પોતાના વિવાદીત નિવેદનો માટે પ્રખ્યાત છે. દીદી માના નામથી પ્રખ્યાત સાધ્વી રૂતંભરા ભારતના ટોચના આધ્યાત્મિક ગુરુ છે. સાધ્વી રૂતંભરા એક સાધ્વી, રાજકીય અને ધાર્મિક કથાવાચક છે. 1992માં બાબરી મસ્જિદના વિરુદ્ધ થયેલા આંદોલનમાં ભાગ લેવાના કિસ્સા બાદ તેઓ વધુ પ્રચલિત બન્યા હતા. તેઓ વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સદસ્ય પણ છે. તેઓ પોતાની કથામાં રામકથા અને કેટલીક ધાર્મિક વાર્તાઓનું વ્યાખ્યાન પણ કરે છે. વિશ્વમાં પણ તેઓ હિન્દુ ધર્મનો પ્રચાર કરતા રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news