બનાસ ડેરીમાં ફરીથી સત્તા પર આવ્યા શંકર ચૌધરી

બનાસ ડેરીમાં ફરીથી સત્તા પર આવ્યા શંકર ચૌધરી
  • બનાસ ડેરીના ચેરમેન ફરીથી શંકર ચૌધરી બનશે તે નક્કી હતું. પરંતુ વાઇસ ચેરમેન માટે કોનું નામ મૂકાય છે તેના ઉપર સૌની નજર હતી.
  • શંકર ચૌધરીના ચેરમેન બન્યા બાદ ભાજપના નેતા અલ્પેશ ઠાકોર બનાસ ડેરી પહોંચ્યા હતા

અલ્કેશ રાવ/બનાસકાંઠા :એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે વરણી થઈ છે. જેમાં શંકર ચૌધરી ફરીથી બનાસ ડેરી (banas dairy) ના ચેરમેન બન્યા છે. શંકર ચૌધરીની ફરીથી ચેરમેન તરીકે વરણી થઈ છે. તો વાઈસ ચેરમેન તરીકે અમીરગઢના ડિરેક્ટર ભાવાભાઈ રબારી ચૂંટાયા છે. આમ, એશિયાની સૌથી મોટી બનાસ ડેરી પર ફરીથી શંકર ચૌધરી (shankar chaudhary) સત્તા પર આવ્યા છે. 

આ પણ વાંચો : 99.9% કોરોના વાયરસ મરી શકે તેવી પ્રોસેસ વિકસાવી 2 અમદાવાદી યુવકોએ 

બનાસ ડેરીનું સમગ્ર નિયામક મંડળ બિનહરીફ બન્યુ હતું
આજે બનાસ ડેરીના નિયામક મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં બનાસ ડેરીના ચેરમેન ફરીથી શંકર ચૌધરી બનશે તે નક્કી હતું. પરંતુ વાઇસ ચેરમેન માટે કોનું નામ મૂકાય છે તેના ઉપર સૌની નજર હતી. ત્યારે આખરે તેની જાહેરાત થઈ હતી. ચેરમેનની દરખાસ્ત સાંસદ પરબતભાઇ પટેલે મૂકી હતી. તો વાઈસ ચેરમેન તરીકે અમીરગઢના ડિરેક્ટર ભાવાભાઈ રબારીની દરખાત અણદાભાઈ પટેલે મૂકી હતી. બનાસ ડેરીનું સમગ્ર નિયામક મંડળ બિનહરીફ બન્યુ હતું. ત્યારે આજે નિયામક મંડળના સભ્યો અને આગેવાનોની હાજરીમાં વરણી થઈ હતી. 

આ પણ વાંચો : IPL મેચમાં કોણ અનુષ્કાની આટલી સુંદર તસવીરો ક્લિક કરી રહ્યું હતું?

અલ્પેશ ઠાકોર શુભેચ્છા આપવા પહોંચ્યા 
શંકર ચૌધરીના ચેરમેન બન્યા બાદ ભાજપના નેતા અલ્પેશ ઠાકોર બનાસ ડેરી પહોંચ્યા હતા. અલ્પેશ ઠાકોરે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીને શુભેચ્છાઓ આપી હતી. અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, શંકરભાઈની પેનલ બિનહરીફ થઈ હતી તે જ દર્શાવે છે કે શંકરભાઈ ઉપર પશુપાલકોને કેટલો વિશ્વાસ છે. શંકરભાઈના નેતૃત્વમાં બનાસડેરી હજુ ખૂબ વિકાસ કરશે.

 

ઉલ્લેખનીય છે કે, મતદારો અને પશુપાલકોની પસંદગી શંકર ચૌધરી પર જ હતી. ત્યારે આખરે તેઓ સત્તામાં આવ્યા હતા. કેટલાક વિવાદ બાદ બનાસ ડેરીની ચૂંટણી મોકૂફ રાખવાની પિટીશ પણ હાઈકોર્ટમાં થઈ હતી. માવજી દેસાઈએ આ પિટીશન કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news