લગ્નનાં 7 મહિના બાદ જમાઇ સાથે લીધું વેર, જાણો હત્યા પાછળનું શું છે કારણ...
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટનાં મવડી વિસ્તારમાં સાડા સહિત સાસરીયાઓનાં હાથે થયેલી હત્યાનાં કેસનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. માલવીયાનગર પોલીસે હત્યામાં સામેલ 14 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીની બહેને મૃતક સાથે કરેલા પ્રેમ લગ્ન જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
રાજકોટનાં માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ઉભેલા આ લોકોને જૂઓ. કોઇ રજૂઆત કરવા આવ્યા નથી પરંતુ તેઓ છે મર્ડરનાં આરોપીઓ. સમગ્ર મામલા પર નજર કરીએ તો, રાજકોટનાં મવડી વિસ્તારમાં આવેલા અમરનગરમાં ગત તારીખ 29 ઓગષ્ટનાં રોજ અંજૂબેન પ્રદિપભાઇ સોલંકીનાં ઘરે આરોપીએ પૂર્વ યોજીત કાવતરૂ રચિને રાહુલ પ્રદિપ સોલંકી પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે આરોપીઓ મૃતકની પત્નિ તારા ઉર્ફે દિવ્યાનું અપહરણ કરી લઇ ગયા હતા. હત્યાનો બનાવ સામે આવતા મૃતકની માતાની ફરીયાદ નોંધી પોલીસે મૃતકનાં સાળા રવિ બોહકિયા, શુભમ ઉર્ફે શુભાષ બોહકીયા, ઇલા દિનેશ બોહકીયા અને સંધ્યા દિનેશ બોહકીયા સહિત હત્યામાં સામેલ 14 શખ્સોની પોલીસે ધરપકડ કરી જેલનાં સળીયા ગણતા કરી દીધા છે.
હત્યા પાછળનું શું છે કારણ...?
પોલીસ કમિશ્નરનાં કહેવા મુજબ, મૃતક રાહુલ સોલંકી સાથે આરોપીઓની બહેન તારા ઉર્ફે દિવ્યાએ સાત મહિના પહેલા પરિવારનાં સભ્યોની ઇચ્છા વિરૂદ્ધ જઇને પ્રેમ લગ્ન કર્યા હતા. આરોપીઓનું કહેવું છે મૃતક રાહુલ કરતા સારા પરિવાર સાથે સગપણ થઇ શકે તેમ હતું. પરંતુ તેને પ્રેમ લગ્ન કર્યા હોવાને કારણે સમાજમાં બદનામી થઇ હોવાનું મનમાં લાગી આવતા ખાર રાખીને બનાવને અંજામ આપ્યો હતો.
હાલ પોલીસે આરોપીઓને જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. પરંતુ હત્યાનાં બનાવમાં મૃતકની પત્ની તારા ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સાસરીયાઓએ પોતાનું વેર વારવા પાછળ પોતાની જ ગર્ભવતી દિકરીને વિધવા કરી દેતા હવે પસ્તાવાનો પાર રહ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે