22 વિદ્યાર્થીઓના ભોગ લેનારા સુરત અગ્નિકાંડના મહત્વના CCTV ફૂટેજ સામે આવ્યાં

 આ સમગ્ર ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તે પહેલાના કેટલાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. ત્યારે જોઈને એમ લાગે કે જો સમયસર આ અંગે પગલાં લેવાયા હોત તો આ માસૂમ બાળકોએ જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત. 

22 વિદ્યાર્થીઓના ભોગ લેનારા સુરત અગ્નિકાંડના મહત્વના CCTV ફૂટેજ સામે આવ્યાં

સુરત: સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર સાંજે બનેલી આગની દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના દર્દનાક મોત બાદ સમગ્ર ગુજરાત અને દેશમાં ખુબ હાહાકાર મચી ગયો છે. માસૂમ વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાઈ જવાની આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. પોતાના જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ જીવલેણ ભૂસકા મારવા પાડ્યાં. જે બતાવે છે કે તંત્રની કામગીરી કેટલી ખાળે ગઈ છે. આ સમગ્ર ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તે પહેલાના કેટલાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. ત્યારે જોઈને એમ લાગે કે જો સમયસર આ અંગે પગલાં લેવાયા હોત તો આ માસૂમ બાળકોએ જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત. 

જુઓ સીસીટીવી ફૂટેજ...

સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે આગની શરૂઆત કેવી રીતે થઈ. ધીમે ધીમે ચિંગારી સ્વરૂપે સળગી ઉઠેલી આગે ત્યારબાદ તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ. આ અંગે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC) એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. આ નોટિસમાં સમગ્ર ઘટના વિશે વિગતવાર માહિતી માંગવામાં આવી છે. સરકારને 4 અઠવાડિયામાં જવાબ આપવા જણાવાયું છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સરકાર દ્વારા 4 લાખની સહાય જાહેર કરી છે. અને સાવચેતીના પગલા પ્રમાણે આ વિસ્તારમાં તમામ ટ્યુશન કેન્દ્રો / કોચિંગ સેન્ટર વગેરે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિવિધ સ્થળોએ અગ્નિશામક તપાસ પણ થઈ રહી છે. આ ઘટના બાદ ઠેર ઠેર તપાસનો અને નોટિસોનો દોર શરૂ થઈ ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news