કલેક્ટરે શિવલિંગ શોધ્યું, પોલીસે વહીવટ સંભાળ્યો... ગુજરાતનું આ અનોખુ શિવમંદિર ઈચ્છીત ફળ આપે છે

શ્રાવણ મહિના (shravan month 2020) માં શહેરમાં આવેલા તમામ શિવાલયો ભક્તોની મોટી ભીડ જોવા મળે છે, પરતું  કોઈ પણ જગ્યાએ શિવલિંગના આકારવાળું મંદિર જોવા મળતું નથી. સુરત શહેરમાં અઠવાગેટ પાસે પોલીસ હેડકવાર્ટર ખાતે આવેલું ઈચ્છાનાથ મહાદેવ મંદિર સુરતના ધાર્મિક ઈતિહાસમાં અનોખું મહત્વ ધરાવે છે. મંદિરનો સમગ્ર વહીવટ પણ શહેર પોલીસ દ્વારા કરાતું હોય તેવું આ ગુજરાતનું એક માત્ર મંદિર છે. મહાદેવ મંદિર શિવલિંગ આકારનું ઈચ્છાનાથ મહાદેવ મંદિર વર્ષો જૂનું છે.
કલેક્ટરે શિવલિંગ શોધ્યું, પોલીસે વહીવટ સંભાળ્યો... ગુજરાતનું આ અનોખુ શિવમંદિર ઈચ્છીત ફળ આપે છે

તેજશ મોદી/સુરત :શ્રાવણ મહિના (shravan month 2020) માં શહેરમાં આવેલા તમામ શિવાલયો ભક્તોની મોટી ભીડ જોવા મળે છે, પરતું  કોઈ પણ જગ્યાએ શિવલિંગના આકારવાળું મંદિર જોવા મળતું નથી. સુરત શહેરમાં અઠવાગેટ પાસે પોલીસ હેડકવાર્ટર ખાતે આવેલું ઈચ્છાનાથ મહાદેવ મંદિર સુરતના ધાર્મિક ઈતિહાસમાં અનોખું મહત્વ ધરાવે છે. મંદિરનો સમગ્ર વહીવટ પણ શહેર પોલીસ દ્વારા કરાતું હોય તેવું આ ગુજરાતનું એક માત્ર મંદિર છે. મહાદેવ મંદિર શિવલિંગ આકારનું ઈચ્છાનાથ મહાદેવ મંદિર વર્ષો જૂનું છે.

વડોદરા : પોલીસ કમિશનરના ગનમેન-ડ્રાઈવરને કોરોના, સયાજી હોસ્પિટલના 5 તબીબો પણ ઝપેટમાં 

ભગવાન શંકરને રીઝવવા માટે શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભક્તો શિવ મંદિરોમાં ઉમટી પડતા હોય છે, ત્યારે અલગ અલગ શિવ મંદિરો સાથે અલગ અલગ વાર્તાઓ જોડાયેલી છે, અને તેને જ કારણે તે મંદિરો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. સુરતમાં એક એવું મંદિર આવ્યું છે, જેની સંપૂર્ણ જવાબદારી સુરત શહેર પોલીસ ઉઠાવે છે. સુરત શહેર પોલીસ હેડકવાર્ટર ખાતે આવેલું આ છે ઇચ્છાનાથ મહાદેવ મંદિર. આ મંદિર લોકોની સાથે પોલીસકર્મીઓનું પણ આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં છેલ્લા સાત વર્ષથી પુજારી તરીકેની જવાબદારી નિભાવતા રામકિશન ઉપાધ્યાય જણાવે છે કે, આ મંદિર છેલ્લા 75 વર્ષથી આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિર શિવલિંગ આકારનું છે. મંદિરના ગર્ભદ્વારા પણ અન્ય મહાદેવ મંદિર કરતા મોટું છે. અહીં આવતા ભક્તોની ઈચ્છા પુરી થતી હોવાની માન્યતા છે. જંગલમાં મળી આવેલ આ શિવલિંગ એક માન્યતા પ્રમાણે, 1940માં આ મંદિરની જગ્યાએ માત્ર જંગલ હતું. આ જગ્યાએ શિવલિંગ દેખાયું હતું. જે કોઈ શિવલિંગ કાઢવાનો પ્રયત્ન કરતું તે નિષ્ફળ જતા હતા. તે સમયના કલેક્ટરને પણ સપનામાં આ શિવલિંગ દેખાયું હતું અને તેમને આ શિવલિંગને બહાર કાઢવાનું બિડું ઝડપ્યું હતું. જેમાં તે સફળ રહ્યા હતા. અને તેની બઢતી થઈ હતી. જોકે આ અંગે કોઈ જગ્યાએ લેખિતમાં માહિતી નથી. મંદિરને લઈને ભારે વિખવાદ પણ થયો હતો. જોકે વિવાદ બાદ સુરત શહેર પોલીસે ઈચ્છાનાથ મહાદેવ મંદિરનો વહિવટ લઇ લીધો હતો. હાલમાં ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.

ઇચ્છાનાથ મહાદેવ મંદિરમાં દર્શન માટે આવતા ભાવિકોની સંખ્યા ખૂબ જ મોટી છે. જોકે શ્રાવણ મહિનામાં ભક્તોની લાઈન લાગે છે. મંદિર બન્યું ત્યારથી મહંતની એક પેઢી મંદિરમાં પૂજા કરતી હતી. જોકે, બાદમાં વિવાદના કારણે મહંતને વિદાય આપી હતી. ત્યારબાદથી આ મંદિરનો કબજો પોલીસ સંભાળી રહ્યું છે. પોલીસ અધિકારીઓ દ્વારા મંદિરની જાળવણી સુરતમાં આવતા તમામ પોલીસ કમિશ્નર માટે ઈચ્છાનાથ મહાદેવ મંદિર આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. જેથી મંદિરમાં વ્યવસ્થા વધુ સારી બની છે. મંદિરમાં ભગવાનની પ્રતિમાઓની સંખ્યામાં વધારો થયો છે. દરરોજ બે પોલીસ કર્મીઓ મંદિર નજીક ફરજ બજાવે છે. મંદિરમાં દર સોમવારે ભગવાનના વાઘા બદલવામાં આવે છે. ભગવાનનો શણગાર પણ બ્યૂટીપાર્લરવાળા દ્વારા તૈયાર કરી આપવામાં આવે છે. અહીં આવતા ભક્તોની પણ ખુબ અસ્થા ઇચ્છાનાથ મહાદેવમાં રહેલી છે, દરરોજ દર્શને આવતા કેટલાક ભક્તો સાથે ઝી ૨૪ કલાકે વાત કરી હતી, તો તેમને પોતાની ભક્તિ અને ઇચ્છાનાથ મહાદેવની શક્તિ અંગે વાત કરી હતી.

ભક્તોની ઈચ્છા ભગવાન પૂર્ણ કરે છે, અને તેથી જ આ મંદિરને ઇચ્છાનાથ મહાદેવનું નામ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે પોલીસ કોઈ મંદિરનું સંચાલન કરતી હોય તેવું ગુજરાતનું આ એક માત્ર મંદિર છે. સુરતમાં રહેતા લોકો શ્રાવણ મહિનામાં મંદિરમાં અચૂક માથું ટેકવવા માટે આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news