અમદાવાદ- સુરતમાં ઇસ્કોન મંદિરમાં ભક્તોને પ્રવેશ નહિ, વડોદરામાં જન્માષ્ટમીની તૈયારીઓ પૂર્ણ

કૃષ્ણ જન્માષ્ટમીના માહોલ વચ્ચે કોરોનાને કારણે તમામ મંદિરો ફરી બંધ થઈ ગયા છે. અમદાવાદ અને સુરતના ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઇને ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે નહીં. ત્યારે વડોદરાના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીને લઈ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે અને મંદિરમાં ભક્તોને ભગવાનના દર્શન કરવા માટે નિયમોનું પાલન કરવું પડશે.
અમદાવાદ- સુરતમાં ઇસ્કોન મંદિરમાં ભક્તોને પ્રવેશ નહિ, વડોદરામાં જન્માષ્ટમીની તૈયારીઓ પૂર્ણ

અમદાવાદ: કૃષ્ણ જન્માષ્ટમીના માહોલ વચ્ચે કોરોનાને કારણે તમામ મંદિરો ફરી બંધ થઈ ગયા છે. અમદાવાદ અને સુરતના ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઇને ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે નહીં. ત્યારે વડોદરાના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીને લઈ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે અને મંદિરમાં ભક્તોને ભગવાનના દર્શન કરવા માટે નિયમોનું પાલન કરવું પડશે.

અમદાવાદમાં આવેલું ઇસ્કોન મંદિર જન્માષ્ટમી અને નોમના દિવસે બંધ રહેશે. સોશિયલ મીડિયા તેમજ ટીવી મીડિયાના માધ્યમથી દર્શન, આરતી અને ભગવાનનો મહાઅભિષેક નિહાળવા ભક્તોને વિનંતી કરાઈ છે. ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીના દિવસે સવારે 4.30 કલાકે મંગળા આરતી કરાશે. ત્યારબાદ સવારે 7.30 કલાકે ભગવાનના નવા વસ્ત્રો સાથે શૃંગાર દર્શન સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળવા અપીલ કરાઈ છે. સવારે 9 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી હરે કૃષ્ણ મહામંત્રની ધુન મંદિરમાં કરાશે.

કોરોના સંક્રમણને કારણે દરવર્ષની જેમ થતા સ્ટેજ શો, તેમજ ભક્તો માટે કરાતું પ્રસાદ વિતરણ કરવામાં આવે નહીં. સૌ ભક્તોને જન્માષ્ટમીની ઉજવણી ઘરેથી જ કરવા અને નિહાળવા અપીલ કરી છે. ત્યારે સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે નહીં. સુરતના ઇસ્કોન મંદિરમાં ભક્તોએ પ્રવેશ આપવામાં આવશે નહીં. સવારે સાડા ચાર વાગ્યે મગળા આરતી થશે. બાદમાં ભજનકીર્તન થશે. પોલીસનો બંદોબસ્ત સવારથી જોવા મળશે.

તો બીજી તરફ વડોદરાના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીને લઇ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. મંદિરના મહંત બાસુઘોષ દાસ મહારાજે જણાવ્યું હતું કે, મંદિરમાં ભક્તોને નિયમોનું પાલન કરીને દર્શન કરવા પડશે. ભક્તોને સેનેટાઇઝ ટનલમાંથી પસાર થવું પડશે. સવારે 8થી 1 અને સાંજે 4.30થી 10 ભક્તો દર્શન કરી શકશે. મંદિરમાં 10 વાગ્યા બાદ ભક્તોને નહી આપવામાં આવે પ્રવેશ. મંદિરમાં ભંડારો, બુક સ્ટોલ, પ્રસાદ સ્ટોલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news