પહેલા ક્યારેય ન બન્યું એ એપ્રિલ મહિનામાં થશે : અંબાલાલ પટેલની આ આગાહી છે ખતરનાક

Heatwave Alert : ચાલુ વર્ષે ભારતમાં લાંબા હીટવેવની શક્યતા.... એપ્રિલ, મે અને જૂનમાં કાળઝાળ ગરમીની આગાહી... મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં થશે સૌથી વધુ અસર.... 
 

પહેલા ક્યારેય ન બન્યું એ એપ્રિલ મહિનામાં થશે : અંબાલાલ પટેલની આ આગાહી છે ખતરનાક

Gujarat Weather Forecast : એપ્રિલ મહિનો સમગ્ર દેશમાં આકરી ગરમી પડવાના એંધાણ છે.જોકે, ગુજરાતમાં પલટાયેલા વાતાવરણને કારણે હાલ અમદાવાદ રાજ્યમાં ગરમીનો પારો યથાવત છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું છે. સૌથી વધુ 38.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે. તો રાજકોટ સહીત અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, કંડલા, મહુવામાં પણ તાપમાન 38 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, એપ્રિલના પ્રથમ અઠવાડિયે તાપમાન સામાન્યથી નીચું રહેવાની શક્યતા ચે. આગામી સમયે તાપમાનમાં ક્રમશ વધારો થવાની શક્યતા છે. 

નહિ વધે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક અને તાપમાન યથાવત રહેશે. તાપમાનમાં વધારાની શક્યતાઓ નહિવત છે. કેટલાક વિસ્તારમાં એકથી બે ડિગ્રી જેટલું તાપમાન વધવાની શક્યતા છે. આ દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાશે. જમીની વિસ્તાર પર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનોની ગતિ થશે. અરબ સાગર તરફથી આવતા પવનોના કારણે તાપમાનમાં વધારાની શક્યતા નહિવત છે. 

એપ્રિલમાં વરસાદ આવશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 

એપ્રિલમાં ગરમી પણ આવશે
સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે.  

એપ્રિલમાં પણ ગરમીનો માર
એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.

ભીષણ ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર દ્વારા એડવાઈઝરી જાહેર કરાઈ છે. હીટ સ્ટ્રોક જીવલેણ સાબિત ન થાય તે માટે સરકાર સક્રિય બી છે. આરોગ્ય મંત્રીએ હવામાન, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં લોકોને ગરમીમાં ખાસ સાવધાન રાખવાની સલાહ અપાઈ છે. 

શું સૂચનાઓ અપાઈ

  • લોકોએ બપોરના સમયે બને તેટલું વધારે પાણી પીવું જોઈએ. 
  • પાણીની બોટલ હંમેશા સાથે રાખવી જોઈએ...
  • સતત લીંબુ પાણી કે પ્રવાહીનું સેવન કરવું જોઈએ...
  • ઉનાળાના ફળો ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ...
  • કામ વિના બપોરના સમયે બહાર ન નીકળવું જોઈએ...

મહત્વનું છે કે હવામાન વિભાગે આ વર્ષે એપ્રિલ મે અને જૂન મહિના સુધી દેશના અનેક રાજ્યોમાં સૌથી વધુ ગરમીની આગાહી કરી છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે. આ વખતે સરકાર એટલા માટે સક્રિય થઈ છે. કેમ કે એપ્રિલથી અનેક રાજ્યોમાં લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન મતદાનના સમયે લોકોને કોઈ અસર ન થાય તે માટે સરકારે લોકોને સતર્ક રહેવા માટે સલાહ આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news